— મહેસાણાથી અમદાવાદ હાઈવે ઉપરની ઘટના :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણાથી અમદાવાદ હાઈવે ઉપર આવેલ રાજપુર પાટીયા નજીક રાત્રીના સુમારે દોડી રહેલી ગાડીના ચાલકે પગપાળા જઈ રહેલા એક શ્રમજીવી યુવાનને ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે નંદાસણ પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કડી તાલુકાના રાજપુર ગામની સીમમાં આવેલી મયુર કંપનીમાં ઉત્તર પર્દેશના સહદેવ લાલમન ગૌડ અને તેના ભાઈઓ નાકરી કરીને આજીવિકા મેળવે છે. રાત્રીના 8 વાગ્યાના સુમારે નોકરીની શીફટ પુરી થતાં તેઓ ફેકટરીમાંથી કોલોનીના રૂમ તરફ જઈ રહ્યા હતા. તે વખતે સહદેવ અને તેનો મોટો ભાઈ શિવપ્રસાદ ચાલતા સર્વિસ રોડ પર થઈને કરીયાણાની દુકાને છુટક વસ્તુઓની ખરીદી કરવા જઈ રહ્યા.
ત્યારે પાછળથી આવી રહેલી એસ ઈકો ગાડીના ચાલકે શિવપ્રસાદને અડફેટે લઈ ટક્કર મારતા તે ફંગોળાઈને રોડ પર પટકાતા લોહીલુહાણ બની બેભાન થઈ ગયો હતો. જયારે ગાડી નજીકના ગરનાળામાં ફસાઈ જતા ચાલક તેને ત્યાં જ મુકીને નાસી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ફરીયાદ નોંધાવવામાં આવી