ટ્રેન નીચે કૂદી પડતાં યુવકનું માથું ધડથી અલગ થઇ જતાં અરેરાટી
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી નજીક ટ્રેન નીચે કૂદી પડી યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ટ્રેનની નીચે કૂદી પડેલ યુવકનું માથું ધડથી અલગ થઇ જતાં પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારી અને લોકડાઉન બાદ ધંધા રોજગારમાં સરકારે છૂટછાટો આપતા અને ધંધા રોજગાર શરૂ થયા બાદ આપઘાતના બનાવો વધી ગયા છે. આજે બનાસકાંઠાના દિયોદર તાલુકાના જસાલી નજીક ટ્રેનની નીચે ઝંપલાવીને એક યુવકે આપઘાત કરી લેતા તેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ટ્રેન નીચે કૂદી પડેલા યુવકનું માથું ટ્રેનના વ્હીલ નીચે આવી જતાં ધડથી અલગ થઇ જતાં પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજતા રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.અેમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં મૃતક યુવક ખીમાણા ગામનો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
Contribute Your Support by Sharing this News: