ગરવી તાકાત સિદ્ધપુર : યોગાંજલિ કેળવણી મંડળ ગણેશપુરા સંચાલિત, શ્રી સીસી યોગાંજલિ વિદ્યાવિહાર ના પરિસરમાં દ્વિદિવસીય કિશોર શિબિરનું આયોજન થઈ ગયું. જેનો મુખ્ય વિષય “બંદે મેં હે દમ,ગાંધી 153 નોટ આઉટ!” અંતર્ગત ગાંધી શાલામાં શાળાના કુલ 49 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં તેમને સ્નેહ શાંતિ સહયોગ અને સંવાદની સાથે સાથે ફિલ્મ,રમતો, પ્રોજેક્ટ પ્રદર્શન, ગીતો, વાંચન અને ગાંધી પરનો વાર્તાલાપ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
વિશ્વગ્રામથી પધારેલ શ્રી રમેશભાઈ અને તેમના સાથી હર્ષદભાઈ બે દિવસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓના માધ્યમ દ્વારા ગાંધી પરિચય કરાવ્યો હતો. પ્રથમ દિવસે પ્રાર્થના બાદ સંસ્થાના સેક્રેટરી કુ. જીજ્ઞાબેન દવે દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં ગાંધીજીના જીવન પ્રસંગ આધારે ડરમાંથી મુક્તિ અને માનવ ધર્મ શ્રેષ્ઠનો સંદેશ આપેલ. રમેશ વૈષ્ણવ દ્વારા રમત ના માધ્યમથી બાળકોનો એકબીજા સાથે પરિચય કરાવી રમતો દ્વારા તેમની એક્યુરેશી એન્ડ એનર્જી ચેક થાય તેવી રમતો રમાડેલ.
બાળકોમાં અભય, સ્વાર્થીપણાનો ત્યાગ, સમય પાલન, સ્વયંશિસ્ત જેવા ગુણોનો વિકાસ થાય તે હેતુસર ગાંધીજીના જીવન વિશેની ઘણી વાતો કરેલ. બીજા દિવસે બાળકોને સત્યના પ્રયોગોનું વાંચન બાદ બાળકોના પ્રતિભાવો બોલવા માટે પ્રેર્યા. ‘ધ રેડ બલુન’ ફિલ્મ દ્વારા નિર્જીવ વસ્તુઓનું સજીવ સાથેનું જોડાણ અસરકારક બને છે
તથા ‘ધ નેઈબર’ શોર્ટ ફિલ્મના માધ્યમથી “શાંતિ ન હોય તો યુદ્ધ નિશ્ચિત છે” એવો માનવતા અને શાંતિનો સંદેશ પાઠવેલ. વિશ્વગ્રામથી પધારેલ શ્રી સંજયભાઈ દ્વારા જાતિ જ્ઞાતિના ભેદ વિશે સમજણ, ભેગા રહી કામ કરવું,નફરત ન કરવી,બાળકોને પ્રેમ આપવો એ વાતોને ગાંધીજીના જીવન પ્રસંગો દ્વારા ઉત્તમ રીતે સમજાવેલ.હર્ષદભાઈ દ્વારા પેપર ક્રાફ્ટિંગ થી પક્ષીઓ બનાવતા શીખવેલ અને રમેશભાઇ દ્વારા સડકો સસાકી નો પરિચય કરાવી પેપર ક્લિપ્સ ની વાત અને અંતે વિદ્યાર્થીઓને રમત રમાડી છુટા પડેલ. ગાંધી શાલા શિબિરમાં સંસ્થાના કાર્યકરો અશોકભાઈ શર્મા, ગુણવંતભાઈ, ટી.એન.રાજપુત, સેજલબેન તથા પાયલબેન દેસાઈ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ.
તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર