ખાનગી લેબોટરીમાં નોકરી કરતો યુવક હની ટ્રેપમાં સપડાયો

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત, પાલનપુર

લાલચ આપી ષડયંત્ર  ગોઠવનાર યુવતી સહિત પાંચ સામે નોંધાઈ ફરિયાદ

પાલનપુરમાં સદ્દગુરૂ રેસીડેન્સીમાં નોકરી કરતા અને મુળ અમદાવાદના મૃણાલ અપુર્વભાઈ શાહ સ્પાન મટીરીયલ ટેસ્ટીંગ લેબોરેટરીમાં ક્વોલીટી મેનેજર તરીકે નોકરી કરે છે. જેઓની લેબમાં નોકરી કરતા બીલાલ નામના ઇસમની વાતોમાં આવી જઈ અને કોલગર્લ સાથે ચેટ કરવા માટે અલીગઢ ગામના ઈમરાન નામના રીક્ષાવાળા સાથે બીલાલે સંપર્ક કરાવ્યો હતો અને ઈમરાન અવાર નવાર વોટ્સએપમાં છોકરીઓના ફોટા મોકલતો હતો. અને મૃણાલ શાહને લલચાવતો હતો.
એક વાર છોકરીને મળવા માટે લઈ ગયેલ જયાં ડીસા હાઈવે પર મોલની પાછળની બાજુએ લઈ ગયેલ ત્યા મોલની પાછળ લઈ ગયેલ હતા. જ્યાં વિશ્વાસ ન આવતા ત્યાથી મૃણાલ શાહ તરત નીકળી ગયા હતા. ત્યારબાદ ગત ૧૫ જુલાઈ એ કોજી રોડ પર મળવાનું કહેલ અને ત્યાંથી તેઓ કોઝી થઈ અને અંદરની બાજુએ લઈ ગયેલ. જયાં પહેલા માળે ઘરમાં લઈ જઈ છોકરી સાથે વાતચીત કરાવી ઈમરાન ત્યાંથી નીકળી ગયો અને થોડીવારમાં જ બે ઈસમો આવી ચડ્યા અને મૃણાલને ઘરમાં કેમ આવ્યો છે તેમ કહી મારઝુડ કરવા લાગેલ.

આ પણ વાંચો – સાઈબર ક્રાઈમ નંદાસણ: બેન્ક સાથે લીન્ક મોબાઈલ નંબર બદલી પૈસા ઉઠાવી લીધા

આથી મૃણાલે પોતે ઈમરાનના કહેવાથી આવેલ હોઈ તેમ જણાવી ઈમરાનને બોલાવેલ અને ત્રણેય જણાએ ભેગા મળી અને મૃણાલ શાહને તેની જ ગાડીમાં આબુરોડ લઈ ગયેલા અને પોલીસ કેસ કરવાની ધમકી આપી અને તારે છુટવુ હોય તો રૂ.પાંચ લાખ આપવા પડશે તેમ કહી તેના પર્સમાંથી એટીએમ કાઢી લઈ અને બેંકના એટીએમમાંથી રૂ.૨૦ હજાર ઉપાડયા હતા અને આબુરોડ ખાતે આવેલ મેઘના મોબાઈલ નામની દુકાનમાંથી રૂ.૭૦ હજારના બે મોબાઈલ લીધા હતા અને પર્સમાં પડેલ રૂ.૫ હજાર પણ લઈ લીધા હતા. આમ રૂ.પાંચ લાખની માંગણીથી ગભરાઈ ગયેલ મૃણાલ શાહે તેના મિત્રને વાત કરતાં તેણે હિંમત આપી હતી. અને સમગ્ર બનાવ અંગે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ઈમરાન તથા લતીફ અને બીજા બે અજાણ્યા ઇસમો તથા અજાણી યુવતી સહીત પાંચ સામે ફરીયાદ નોંધાવતાં પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટ – જયંતી મેતીયા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.