— ટ્રક ચાલક ખાતર ભરવા જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તા ઉપર આવેલ થાંભલાનું વાયર કેમ તોડી નાખેલ તેમ કહીને માર મારવામાં આવ્યો :
ગરવી તાકાત મહેસાણા : નંદાસણ ના રાજપુર ખાતે સુરેશભાઈ પોતાની આઇસર ગાડી નંબર GJ-09-Y-8598 લઈને રાજપુર ગામે છાણીયું ખાતર વેચાતું રાખેલ હોવાથી તે ગાડીમાં ભરવા માટે છાણિયા ખાતરના માલિક મલ્લેક ગફરમિયા ઉર્ફે કડવાજી રહે રાજપુર વાળાના ત્યાં છાણીયા ખાતર નો ઉકરડો ભરવા જતા આ કામના આરોપીએ ડાબા પગ ઉપર પેડી ના ભાગે ઊંધું ધારિયું મારી તથા તેમની સાથે રહે બીજા યુવાને લાકડીથી માર માર્યો.
રાજપુર ગામે છાણીયું ખાતર વેચાણ ઉપર રાખેલ અને તે ભરવા ગયેલ તથા તેમના ગામના કિરણકુમાર રાઠોડ અને સાગરભાઈ રાઠોડ સાથે મળી ને રાજપુર ગામે બપોરના સમયે ગયેલ અને રાજપુર ઝુલાસણ રોડ ઉપર ખાતર ભરવા વાળી જગ્યાએ ગાડી લઈને જતા હતા તે દરમ્યાન રસ્તા ઉપર આવેલ લાઇટ ના થાંભલા એક વાયર ત્યાં બાજુ માં આવેલ ધરો ઉપર લગાવેલ હતો અને ગાડી લઇન પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ગાડી ના ઉપર ના ભાગનો કઠેરો વાયર ને અડી જતાં તે તે વાયર તુટી ગયેલ જેથી ત્યાં ના રહેતા લોકો બૂમાબૂમ કરતા અને ત્યાં ખાતર રાખેલ માલિકને બોલાવીને અને આ લોકો જોડે વાતચીત કરીને કહેલ કે સલાટ દશરથજી તથા સલાટ સતાજી ને આ વાયર રીપેરીંગ કરવા કહેલ અને પછી ત્યાંથી અમારી ગાડી લઇને ત્યાં માલિક ના ઉકરડા ઉપર છાણીયા ખાતર ભરવા આવેલ અને ત્યાં ખાતર ત્યાં ગામનાં મજૂરો દ્વારા ભરવાનું ચાલુ હતું
કે દરમિયાન સલાટ દશરથજી હાથમાં ધારિયું લઇને આવેલ અને સલાટ સતાજી હાથમાં લાકડી લઈને આવી અને મન ફાવે એમ ગાળો બોલી ને કહેવા લાગેલ કે અમારો વાયર કેમ તોડી નાખેલ છે તેમ કહીને દશરથજી એકદમ ઉશ્કેરાઇ જઇ તેમના હાથમાં રહેલ ધાર્યું મને મારવા આવતા એકદમ ખસી જતા મારા પગના ડાબા પગે સામાન્ય વાઘેલ તેમજ તેમની સાથે રહેલ સલાટ સતાજી હાથમાં લાકડી જમણા હાથ ઉપર મારી અને શરીરના ભાગે બેઠો માર મારવામાં આવ્યો હતો જે મારી સાથે ના માણસો તથા મજૂરો વચ્ચે પડી છોડાવીને અને તે લોકો મને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.
અને ઈજાઓના કારણે 108 મારફતે તેમને ડીગુચા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા અને ડાબા પગે ટાંકા લઇ પાટો બાંધીને તથા જમણા હાથે ફ્રેક્ચર હોવાનું જણાવી ફોટો પાડી પાટો બાંધી આવીને નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ અને આ બંને આરોપી સામે ગુનો નોંધીને નંદાસણ પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી