કડી છત્રાલ હાઇવે રોડ ઉપર પિકઅપ ડાલા એ બુલેટ ચાલક ને પુરઝડપે હંકારી અડફેટમાં લેતાં યુવાન નું મોત નિપજ્યું

May 11, 2022

— છત્રાલ રોડ ઉપર આવેલ એમ.જે. દેસાઈ વેર હાઉસ નજીક અકસ્માત થતાં યુવાન નું મોત નીપજતાં સમગ્ર પરિવાર શોકમય બની ગયો :

ગરવી તાકાત મહેસાણા : કડી છત્રાલ હાઇવે રોડ દિવસ રાત મોટા કે નાના વાહનો સાથે ધમ ધમતો રહે છે અને અનેક વાર મોટા વાહનો ચાલકો પુર ઝડપે પોતાના વાહનો હંકારતા જોવા મળી રહેતા હોય છે ત્યારે તેને કારણે ત્યાંથી નાના વાહન ચાલકો પસાર થતા હોય છે ત્યારે આવા પુર ઝડપે હંકારનાર વાહનો અવા નાના વાહન ચાલકો ને અડફટે માં લેતા નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે અને વધારે ઈજાઓ ને કારણે મોત પણ નીપજતું હોય છે.
કડી છત્રાલ હાઇવે રોડ ઉપર આવેલ એમ.જે દેસાઈ વેરહાઉસ ની પાસે એક પિક અપ ડાલું  પુર ઝડપે હંકારનારી આવતું હતું તે દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ બૂલેટ ચાલક નંબર GJ 27 CL 2020 જે લઇને યુવાન પોતાની નોકરી કરી ને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એમ.જે. દેસાઈ વેર હાઉસ ખાતે પહોંચતા ત્યાંથી પુર ઝડપે હંકારનાર પીક અપ ડાલા ચાલકે બુલેટ ચાલક ને અડફટે માં લેતા
તે યુવાન રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલીક ધોરણે ભાગ્યોદય હોસ્પીટલ ખાતે સારવાર માટે લાવવાં માં આવેલ અને ત્યાં સારવાર લઈ રહેલ યુવાને માથાના ભાગે અને શરીર ના અન્ય ભાગે વધારે ઇજાઓ થતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને પરીવારજનો એ આ પુર ઝડપે હંકારનાર વાહન ચાલક સામે કડી પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધવાવામાં આવી હતી અને અને પોલીસ દ્વારા અક્સ્માત નો ગુન્હો નોધી વાહન ચાલક સામે કાર્યવાહી કરવા તપાસ હાથ ધરવામાં આવી હતી.

— પરીવારજનોએ મૃત્યુ પામેલ યુવાન નું  લાયન્સ કલબ ઓફ કડી ને ચક્ષુદાન કરવામાં આવ્યું :

કડી છત્રાલ હાઇવે રોડ ઉપર અસ્માત દરમ્યાન યુવાન ને ભાગ્યોદય હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ સાવન પ્રજાપતી નો સમગ્ર પરિવાર શોકમય બની ગયો હતો ત્યારે આ પરિવારજનો એ સેવા એજ પરમ ધર્મ ને સાર્થક કરી ને મૃત્યુ પામેલ વ્યકિત નું પરિવારજનો એ ભાગ્યોદય હોસ્પીટલ ખાતે ચક્ષુદાન કરવામાં આવ્યું હતું અને આંખ બીજા કોઈ વ્યકિત ને જરૂર પડે ત્યારે  તેને મદદરૂપ બની શકે તે માટે સમાજ ની અંદર એક સારો એવો મેસેજ દ્વારા લોકો ને પ્રેરણા મળી રહે અને જરૂરિયાત મંદ લોકો ને આ નેત્ર ની  મદદરૂપ બની રહે તે માટે આ પરિવાર દ્વારા ભાગ્યોદય હોસ્પીટલ ખાતે ચક્ષુદાન ઓપરેશન કરી ને આંખો ને  લાયન્સ ક્લબ ઓફ કડી ને પરીવારજનોએ  અર્પણ કરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0