વિજાપુરનો એક યુવક એક સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો. આ મામલે વિજપુર પોલીસ મથકે ગુનો નોંધયા હતો. જેથી પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી હતી તે દરમ્યાન હ્મુમેન ટ્રાફીકીંગ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે.
મહેસાણા એલસીબીની ટીમ આ કેસની તપાસ કરી રહી હતી ત્યારે તેમને ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપીને ટ્રેક કરવાની કોશીષ કરી ત્યારે તેમને જાણવા મળ્યુ હતુ કે, આરોપી રાજેસ્થાનના ડુંગરપુર વિસ્તારમાં રહે છે. જેથી વિવિધ સીસીટીવી ફુટેજની મદદથી સામે આવ્યુ હતુ કે, આરોપી સગીરા સાથે સાબરકાંઠા તરફ ભાગી ગયો છે. આથી હ્મુમેન ટ્રાફીકીગની મદદથી ધનસુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. બાદમાં ભોગ બનનાર સગીરા તથા આરોપી યુવક પટેલ હિલકુમારને વિજાપુર પોલીસ મથકે સોંપ્યો હતો.