ગરવી તાકાત મહેસાણા : વિજાપુર તાલુકાના પામોલ ગામના યુવકે બીમારીથી કંટાળીને ખેતરમાં જઈને ઝેરી દવા પીને મોત વ્હાલું કરતા પરિવારમાં શોક ની લાગણી છવાઇ પામોલ ગામે રહેતા રાવળ રાહુલભાઈ વિઠ્ઠલભાઈ છેલ્લા કેટલાક સમયથી એઇડ્સની બીમારીથી કંટાળી ગયા હતા.
તેમની બીમારીથી પરિવારને પડતી મુશ્કેલીઓથી કંટાળી રવિવારે ગામની સીમમાં આવેલ ચૌધરી દિનેશભાઈ શંકરભાઈના ખેતરમાં જઈને ઝેરી દવા ગટગટાવી જતાં પરિવારને જાણ થતાં રાહુલભાઈ રાવળને સારવાર માટે સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા.
જ્યાં તેમની તબિયત વધુ લથડતાં તેમને હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું જે અંગેની ફરિયાદ મૃતકના ભાઈ ડાહ્યાભાઈ વિઠ્ઠલભાઈ રાવળે વિજાપુર પોલીસ મથકે નોંધાવી હતી.