દાંતાના હરિગઢના યુવકે બેટરીથી ચાલતી ગાડી બનાવી

શેર કરવા અહીં ક્લિક કરો.

— બનાસકાંઠાના અંતરિયાળ ગામના યુવકે દાખલો બેસાડયો :

— ત્રણ માસમાં 60 હજારના ખર્ચે બનાવેલી ગાડી એકવાર ચાર્જ કર્યા બાદ 40 થી 45 કિલોમીટર ચાલે છે :

ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હરીગઢ ગામના વતની અને ભુજના રાપર ખાતે રહેતા એક યુવાને બે થી ત્રણ મહિનાની સખત મહેનત કરીને બેટરીથી ચાલતી ગાડી તૈયાર કરી છે.

દાંતાના હરીગઢ ગામના વતની અને હાલ ભુજના રાપર ખાતે રહેતા તબીબ ડોક્ટર રમેશભાઈ ઓઝાના પુત્ર શ્રેય ઓઝાએ બેટરીથી ચાલતી ગાડી બનાવી છે.એમબીબીએસનો અભ્યાસ કરતા શ્રેય ઓઝાએ ભંગારના વાડામાંથી જૂની વસ્તુનો ઉપયોગ કરી પાંચ ફૂટની ટુ સીટર ગાડી બે થી ત્રણ મહિનામાં ભારે જહેમત બાદ તૈયાર કરી છે.જોકે આ ગાડીમાં સ્પીડ મીટર ,બ્લુ એલઇડી લાઇટ ,બે પંખા ,એક મ્યુઝિક સિસ્ટમ ,બે સ્પીકર ગાડીમાં ડાયરેક્ટ સેલ સ્ટાર્ટ ટાઈપ ઓન ઓફની સ્વીટ છે.

જે ચાવી લગાવીને ઓન ઓફ કરી શકીએ જોકે આ ગાડીની ખાસિયત એ પણ છે કે આ ગાડીમાં ગેઇર નથી તેના બદલે શ્રેય ઓઝાએ ગેઇરની જગ્યાએ ત્રણ મૂડ રાખ્યા છે લો, મીડિયમ અને હાઈ જોકે લો પર ગાડી ૨૦ થી ૨૫ કિલોમીટરની ઝડપે ચાલે છે અને મીડીયમ પર ૩૦ થી ૩૫ અને હાઇપર ૪૫ કિમીની સ્પીડથી ગાડી ચાલે છે.જોકે આ ગાડી તૈયાર કરવામાં શ્રેય ઓઝાને ૬૦ હજારથી વધુ ખર્ચો થયો છે.જોકે આ ગાડી એકવાર ચાર્જ કર્યા બાદ ૪૦ થી ૫૦ કિલોમીટર ચાલે છે.

— શોખ માટે બેટરીથી ચાલતી ગાડી બનાવી :

આ અંગે શ્રેય ઓઝાએ જણાવ્યું હતું કે આ ગાડી મેં ખાલી શોખ માટે બનાવી છે વેકેશનમાં કંઈક બનાવવાના શોખને લઈ ભંગાર વસ્તુઓ એકત્ર કરી ગાડી બનાવી છે. પહેલા પણ નાના-મોટી ચીજ વસ્તુઓ બનાવી ને તેના અનુભવના આધારે આ ગાડી બનાવી છે.

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.