— યુવાનના મોત થી પરીવાર માં શોક નો માહોલ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના વડનગર તાલુકાના વલાસણા શોભાસણ રોડ પર બુધવારે રાત્રે બાઈક લઈને પસાર થતાં યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં ચાલકનું મોત નીપજ્યું હતુ. જ્યારે પાછળ બેઠેલા યુવકને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
ધરોઈ ખાતે રહેતા પિન્ટુભાઈ રાવળ અને કાળુભાઈ બુધવારે રાત્રે બાઈક લઈને વલાસણા શોભાસણ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતાં પિન્ટુભાઈને ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતં. જ્યારે કાળુભાઈને ઈજા થતાં સારવાર અર્થે ખસેડ્યા હતા.પીએસઆઈ એ.એમ.પટેલે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી