મહેસાણાના સતલાસણ ખાતે એક પરિણિત મહિલાએ તેના પ્રેમ પ્રકરણના કારણે તેના દીકરા તથા પ્રેમી સાથે ઝેરી દવા પી ને આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાનુ પ્રેમ પ્રકરણ અન્ય એક યુવક સાથે ચાલી રહ્યુ છે એની જાણકારી તેના પતીને પણ હતી જેથી મહિલાએ આત્મહત્યા કરતા પહેલા પતીના બનેલીવીને આત્મહત્યાની જાણ પણ કરી હતી.
આ પણ વાંચો – મહિલાની કારના દરવાજાનો કાચ તોડી 2.35 લાખની ચોરી કરી ફરાર : મહેસાણા
પાટણ જીલ્લાના હારીજ તાલુકાની જમણપુરની એક યુવતીના લગ્ન આશરે 7 વર્ષ પહેલા સમાજના રીત રીવાજ મુજબ ખેરાલુના એક યુવક સાથે થયા હતા. આ લગ્ન જીવનથી તેમને બે સંતાન 1 દિકીરી અને 1 દિકરો હતો. આ દરમ્યાન મહિલાના અન્ય યુવક સાથે પ્રેમ સંબધ ચાલતા હતા જેની જાણ એના પતીને પણ થઈ ગઈ હતી. મહિલા તેના દાંપત્ય જીવનથી નાખુશ હોવાથી તેના ઘરેથી તારીખ 28/07/2020 ના રોજ ચાલી ગઈ હતી. દરમ્યાન તેનો પતી તેને શોધતો બહેનના ઘરે ગયેલ જે દરમ્યાન તેમના બનેવી ઉપર તેની પત્નીનો ફોન આવેલ કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે. તારીખ 30/07/2020 ના રોજ ટીબા ગામે મહિલાએ તેના પુત્ર તથા પ્રેમી સાથે ઝેરી દવા પી ને આત્મહત્યા કરી જીવન ટુંકાવી દીધુ હતુ. આમ મહિલાએ લગ્ન જીવન બાદ પણ તેના પ્રેમ પ્રકરણને કારણે પ્રેમી તથા 3 વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કરી તેની 5 વર્ષની દિકરીને નોધારી મુકી આત્મહત્યા કરી લેતા આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી.