કડી તાલુકાના નંદાસણ પુલ નીચે પસાર થઈ રહેલી મહીલા ઉપર ફૂલ સ્પીડ માં ટ્રક લેલને વળાંક લેતા મહીલા ટાયર નીચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેથી આસપાસના લોકએ ઈજાગ્રસ્તોને સ્થાનીક દવાખાને પ્રાથમીક સારવારઅર્થે મોકલ્યા હતા. પરંતુ ગંભીર ઈજાઓને કારણે અમદાવાદ સારવાર માટે ખસેડાતા રસ્તા વચ્ચે જ ઈજાગ્રસ્તનુ મોત નિપજ્યુ હતુ. જેથી મૃતક મહીલાના પુત્ર એ પોલીસ મથકે અકસ્માત કરી નાસી છુટનાર ટ્રક લેલન ના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,
આ અંગે પોલીસ સૂત્રોના પાસેથી મળતી વિગતો મુજબ નંદાસણ ગામ પાસેના પુલ નીચે થી પસાર થઈ રહેલા ટ્રક લેલન જેનો નંબર RJ-22-JB-1995ના લેલન ટ્રક ના ચાલકે બે કાળજી પૂર્વક ફૂલ ઝડપે વાળવા જતા પસાર થઈ રહેલા કમુબેન દાંતાની નામની મહીલા ઉપર ટાયર ફરી વળતા સારવાર માટે અમદાવાદ લઈ જતા રસ્તા મોત નીપજ્યું હતું. જે અંગેની મૃતક ના પુત્ર પોપટ ભાઈ રાજુ ભાઈ દંતાનીએ આરજે ૨૨જીબી 1995 ના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત કરી નાસી જનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.