મહેસાણા અમદાવાદ હાઇવે સેફ્રોની હોટલ પાસે સર્જાયેલા કાર અકસ્માતમાં મહિલાનું મોત 

શેર કરવા અહીં ક્લિક કરો.

પાલનપુરથી ભાડે કાર કરીને દંપત્તિ અમદાવાદ જઇ રહ્યા હતા દરમિયાન અકસ્માત સર્જાયો 

મહેસાણા રાધનપુર પાસે કારના ચાલકે કારનો દરવાજો ખોલતાં અન્ય વાહનચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો 

ગરવી તાકાત, મહેસાણા તા. 19 – મહેસાણા જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝારમાં અનેક નિર્દોષ લોકોના જીવ હોમાઇ રહ્યા છે. જેમાં મહેસાણા અમદાવાદ હાઇવે સેફ્રોની હોટલ પાસે સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અકસ્માતના અન્ય એક બનાવમાં મહેસાણા રાધનપુ રોડ પર કાર ચાલકે પોતાની કારનો દરવાજો ખોલતા એવીયટર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એવીયટરના ચાલકને ગંભીર ઇજાઓ પહોચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યોં હતો. આ અકસ્માત બાબતે મહેસાણા શહેર બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.  

ફેદરા ધંધુકા રોડ પર અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત – KUTCH CARE NEWS

પાલનપુરથી ભાડાની કારમાં સવાર થઈ દંપતી અમદાવાદ તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન મહેસાણા અમદાવાદ હાઇવે પર સેફ્રોની હોટલની પાસે આવતાં કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતાં કાર ડીવાઇડર પર ચડી ગયા બાદ સામેથી આવતાં કારને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જ્યારે અકસ્માતમાં દંપતિ પૈકી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ગંભીર ઇજાઓને કાણે મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માત બાબતે લાંઘણજ પોલીસ મથકે અકસ્માત સર્જનાર કારના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.