કડીના નાડોલીયા બિન રહેણાંક મકાન ધરાશય,ચારોલમાં મકાનની દિવાલ પડી

શેર કરવા અહીં ક્લિક કરો.

— નલિયામાં મકાન ધરાશયી થયું  ચારોલ ગામે મકાનની દિવાલ પડી   ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી :

ગરવી તાકાત મહેસાણા : કડી પંથકમાં ભારે વરસાદને કારણે  ઠેકઠેકાણે પાણી ભરાયાની સમસ્યા સામે આવી હતી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતાં અને કડી તાલુકાનાં  ગામની અંજાર મકાન ધરાશાયી થયું હતું અને એક ગામની અંદર મકાનની દિવાલ ધરાશયી થઇ હતી જોકે આ બનાવની અંદર કોઈ જાનહાની થઈ ન હતી
કડી તાલુકાની અંદર ચોવીસ કલાકમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો ચાર ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો  વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી  કડી તાલુકાના નાડોલીયા ગામે રહેતા ભરવાડ મનુભાઈ ભગાભાઇનું બીન રેહેણાક મકાન ભારે વરસાદના કારણે ધરાશાયી થયું હતું
અને તેવી જ રીતે કડી તાલુકાના  ગામમાં રહેતા દરબાર અગરસંગ  ના બિન રહેણાંક મકાનની દિવાલ ધરાશયી થઇ હતી  આ ઘટનાને લઈને તલાટી અને તાલુકા પંચાયતના ટીડીઓને જાણ કરવામાં આવી હતી  અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી આ ઘટનામાં કોઈને જાનહાની થઈ ન હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.