ગાજીપુરમાં સોમવારે બસપા ઉમેદવાર અફજાલ અંસારી અને બલિયાથી ઉમેદવાર સનાતન પાંડેયના સમર્થનમાં સંયુક્ત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નેતાઓના ભાષણ પહેલા જ સપા અને બસપા કાર્યકર્તાઓમાં કોઈ વાતને લઈ બબાલ થઈ હતી. વાત હાથાપાઈ પર પહોંચી ગઈ હતી. જે સમયે મારપીટ શરૂ થઈ ત્યારે અખિલેશ યાદવ, માયાવતી અને અજીત સિંહ મંચ પર નહોતા પહોંચ્યા. પોતપોતાની પાર્ટીના ઝંડા માટે બંને દળોના કાર્યકર્તા નારેબાજી કરી રહ્યા હતા. તે સમયે અચાનક તેમની વચ્ચે વિવાદ થયા બાદ મારપીટ થવા લાગી.ગાઝીપુરઃ 23મી મે પહેલા જ ગઠબંધનની સંયુક્ત રેલીમાં સપા-બસપાના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ છે. બંને પક્ષો વચ્ચે ભારે પીટાઈ થઈ. મારપીટનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે સોમવારે ગાઝીપુરના આરટીઆઈ મેદાનમાં સપા-બસપા ગઠબંધનની સંયુક્ત રેલીને સંબોધિત કરવા અખિલેશ યાદવ, માયાવતી અને રાલોદ અધ્યક્ષ અજીત સિંહ પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી.બંને પાર્ટીના કાર્યકર્તાઓમાં મારપીત થતી જોઈ ત્યાં હાજર મીડિયાકર્મીઓએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓએ મીડિયાકર્મીઓ સાથે દુર્વ્યવહાર પણ કર્યો. જો કે કેટલાક લોકોએ હાથ જોડી આવું કરવાની ના પાડી, પરંતુ ગુસ્સે ભરાયેલ કાર્યકર્તાઓ તેમની સાથે પણ લડવા લાગ્યા.

Contribute Your Support by Sharing this News: