અમદાવાદ ચાંદખેડાના બાઇક ચોરે નવા વાડજ ખાતે સ્પેલેન્ડર મોટર સાયકલની ચોરી કરી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 02 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બહુચરાજી શંખલપુર રોડ પાસેથી ચોરીનું મોટર સાયકલ લઇને પસાર થતાં અમદાવાદ ચાંદખેડાના શખ્સને ચોરીના મોટર સાયકલ સાથે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યોં હતો.
મહેસાણા જિલ્લામાં વાહનચોરી કરતાં શખ્સોને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીઆઇ એસ.એસ.નીનામાના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. લાલાજી, વિજયસિંહ, પીસી રાજેન્દ્રસિંહ, જયસિંહ, અક્ષયસિંહ, જસ્મીનકુમાર, આકાશકુમાર સહિતનો સ્ટાફ બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેકો. કિરણજી તથા લાલાજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હીરો કંપનીનું શંકાસ્પદ સ્પેલેન્ડર મોટર સાયકલ લઇને એક શખ્સ મહેસાણાથી બહુચરાજી તરફ જનાર છે
જે બાતમીના આધારે મહેસાણા એલસીબીએ બેચરાજી શંખલપુર રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી. ત્યારે ઉપરોકત બાતમીવાળો શખ્સ અહીંથી પસાર થતાં તેને અટકાવી પુછપરછ કરતાં તેનું નામ પરબતજી કુવરજી ઠાકોર રહે. ચાંદખેડા અમદાવાદવાળો હોવાનું જણાવ્યું હતું જ્યારે બાઇક વિશે પુછપરછ કરતાં તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જ્યારે ઊંડાણપૂર્વક પુછપરછ કરતાં તેને આ સ્પેલેન્ડર મોટર સાયકલ આજથી દોઢ વર્ષ અગાઊ પોતે તથા તેના મિત્ર વિક્રમ બંન્નેએ ભેગા મળીને નવા વાડથી ખાતેથી આ મોટર સાયકલની ચોરી કરી હોવાની કબુલાત કરતાં એલસીબીએ મોટર સાયકલ કબજે લઇ બાઇક ચોર ઇસમની અટકાયત કરી જેલમાં ધકેલ્યોં હતો.