ગુજરાતનું એક અનોખું ગામ, જ્યાં ખેડૂત સાથે છે સિંહોની દોસ્તી એક બે નહીં અહીં ખેતરોમાં રહે છે સાત-સાત સિંહો

શેર કરવા અહીં ક્લિક કરો.

સાત-સાત સિંહો. સિંહના ડરથી પાકને નુકસાન કરનારા જંગલી ભૂંડ, રોઝડા, નિલગાય ખેતરમાં ઘુસવાની હિમ્મત નથી કરતા

ઉનાનાં અમોદ્રા ગામની,  જ્યાં એક બે નહીં સાત-સાત સિંહ છેલ્લાં 7 વર્ષથી કરે છે પાકની રખેવાળી. અહીંનો આખો સિંહ પરિવાર કરે છે પાકના રખોપા

ગરવી તાકાત, ઊના તા. 07 – ગુજરાતનું એક અનોખું ગામ, જ્યાં માણસ સાથે છે સિંહોની દોસ્તી. એક બે નહીં અહીં ખેતરોમાં રહે છે સાત-સાત સિંહો. સિંહના ડરથી પાકને નુકસાન કરનારા જંગલી ભૂંડ, રોઝડા, નિલગાય ખેતરમાં ઘુસવાની હિમ્મત નથી કરતા. તમને થશે કે આવું તો રાજ્યના ગીર જિલ્લામાં કે અમરેલીમાં જ શક્ય બને કે જ્યાં સિંહ સૌથી વધારે છે. પણ અહીં આ બન્નેમાંથી કોઈ જગ્યાની વાત નથી આ તો બીજી જ જગ્યા છે. અહીં વાત થઈ રહી છે ઉનાનાં અમોદ્રા ગામની,  જ્યાં એક બે નહીં સાત-સાત સિંહ છેલ્લાં 7 વર્ષથી કરે છે પાકની રખેવાળી. અહીંનો આખો સિંહ પરિવાર કરે છે પાકના રખોપા. સાત વર્ષથી ખેતરોનુ રખોપું કરતાં સિંહોના ભયથી જંગલી ભૂંડ, રોઝડા, નિલગાય ખેતરોમાં ઘુસતા ડર અનુભવે છે!! કોણ કહે છે કે સિંહના ટોળા ન હોય? | ભજનામૃત + અમૃતવાણી

ખેડૂતો પણ ડર રાખ્યા વગર ખેતરમાં રહે છે: – ગીરનાં જંગલમાં નહીં પણ ઉના તાલુકાના અમોદ્રા આસપાસની વાડીઓમાં સિંહ પરિવારોએ છેલ્લા સાતેક વર્ષથી વસવાટ કરતા ખેડૂતોના મિત્ર બની ગયા છે. કારણ કે સિંહ, સિંહશ અને તેનાં બાળને શુધ્ધ પાણી અને કુદરતી વાતાવરણ સાથે ઉભાં પાકો વચ્ચે આરામદાયક અનુરૂપ જમીન મળતી હોવાનાં કારણે સિંહ પરીવારોએ અહી તેમનું રહેઠાણ બનાવી લીધું છે. તો .. સામે ખેડૂતોની કાળી મહેનત અને મોંઘા ભાવના બિયારણો તેમજ ખાતર નાંખી કપાસ, મગફળી, જીરૂં, શેરડી,તલ,અને શાકભાજીનાં કરેલાં વાવેતરના ઊભાં પાકોને જંગલી ભૂંડ, રોઝડા, નિલગાય ખેતરોમાં ઘુસીને ભેલાણ ન કરી જાય તે માટે અહીં વસવાટ કરતા સિંહ પરિવારો ખેતરના રખોપાં કરી રહ્યા છે.

અમોદ્રાનો ખારાં પાર વિસ્તારનાં ખેડૂતોને સિંહ સાથે દોસ્તી થઈ ગઈ હોય તેમ કોઈ પણ સમયે સિંહોને ખેતરોમાં ખૂલ્લેઆમ ફરતાં નિહાળીને અનોખી મોજ લેતાં હોય છે ખેડૂતો અને સિંહો વચ્ચેની આ દોસ્તી કાયમીની બની ગઈ છે. અંહિ વસવાટ કરતાં સિંહ પરીવાર સમગ્ર પાંચ કિલોમીટરનાં અંતરમાં આંટા ફેરા મારીને આંબાનાં બગીચા, શેરડી, કપાસ જેવા પાકોમાં ભેલાણ કરતા નીલગાય, ભૂંડ, રોઝડાને ખેતરમાં પણ પ્રવેશવા દેતા નથી. સિંહોની રખેવાળીને કારણે ખેડૂતોના પાકમાં ભેલાણ અટક્યું છે.

સિંહ સાથે ખેડૂતની દોસ્તીઃ –  અમોદ્રા ગામનાં સરપંચ અજીતભાઈ મોરીનું કહેવું છેકે, અમારા માટે ગર્વની વાત છેકે, સિંહોની અમારી સાથે દોસ્તી છે. છેલ્લાં સાત વર્ષથી સાતેકસિંહ અમારા ખેતરોમાં રહે છે. લાંબા સમયથી અમારા ગામની વાડી વિસ્તારમાં સિંહ, સિંહણ તેનાં બાળ સિંહ સાથે રહે છે આજ સુધી ક્યારેય પણ ખેડૂતો કે ગામજનોને નુકશાન કર્યું નથી ગ્રામજનો પણ સિંહ પરીવારને નૂકશાન થાય તેવું કાર્ય કરતાં નથી અને તેનું રક્ષણ કરે છે સિંહ પરીવાર ગામમાં આવીને શિકાર કરી મિજબાની માણી જતાં રહે છે પણ કયારેપણ આ વિસ્તારમાં રંજાડતા નથી તે અમારા ગામ માટે ગૌરવ ની વાત છે

પાકની રક્ષા કરે છે સિંહોઃ – અમોદ્રા સીમમાં જમીન ધરાવતાં ખેડૂત પ્રિય સિંહ મોરીએ સિંહ પરીવારનાં વસવાટને ખેડૂતોનાં રખેવાળ ગણાવ્યા હતા અને સીમ વિસ્તારમાં જંગલી, ભૂંડ, રોઝડા ,નિલગાય જેવાં પ્રાણી ધુસી ઉભાં કૃષિપાકોનું ભેલાણ કરી નુકશાન કરતા હોય છે પરંતુ સિંહ પરીવારનાં વસવાટનાં કારણે જંગલી પ્રાણીઓ ખેતરોમાં ઘુસતા ડર અનુભવે છે આ વન્ય પ્રાણીનાં રખોપાંએ ખેડૂતો ને નુક્શાન કરતાં પ્રાણીથી ખેતરોની રક્ષા થાય છે સિંહથી ખેડૂતોને જરા પણ ડર લાગતો નથી જંગલનાં રાજા સાવજ સાથે દોસ્તી કરી લીધી છે અને સિંહ પરીવારએ પણ ખેડૂતો સાથે ગાઢ સંબંધ રહેલો હોય તેમ દોસ્તી નિભાવી રહ્યા છે.

ઉનાનાં નદી સામે કાંઠે આવેલા ત્રણ કિલોમીટર દૂર અમોદા ગામે સીમ વિસ્તારમાં 7 જેટલાં સિંહ, સિંહણ અને તેનાં બાળ સિંહનું પરીવારે જાણે આ વિસ્તારને પોતાનો માનીને છેલ્લા સાતેક વર્ષથી અહીં પોતાનો કાયમી વસવાટ બનાવી લીધો છે. સિંહ પરિવારોને સુરક્ષિત રહેઠાણની સાથે શુદ્ધ પાણી અને લીલાછમ ખેતરોનો આશરો મળ્યો છે તો આ સિંહો પણ એટલી જ વફાદારીથી ખેડૂતો અને તેનાં પરીવારજનો માલઢોરને નુકશાન કર્યા વગર તેમના ખેતરના રખોપા કરી રહ્યા છે. જંગલના રાજા અને ખેડૂતો વચ્ચે અતુટ સંબંધો બંધાયા હોય તેમ એક બીજાથી ડર્યા વિના મુક્ત મને વિહાર કરે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.