ખેરાલું તાલુકામાં આવેલા મછાવા ગામમાં એક અદ્ભૂત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. આ ગામના રહેવાસી શ્રી જયપ્રકાશ ચૌધરી અને મયૂરીબેન ચૌધરી દ્વારા ગામના વડીલોને માઉન્ટ આબુ અને અંબાજીનો બે દિવસનો પ્રવાસ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરાવવામાં આવ્યો.ગામના 80 વયોવૃદ્ધ  ભાઈઓ અને બહેનોને નિસ્વાર્થ ભાવે ઉદારતાથી કુળદેવીના દર્શન કરાવ્યા.ગામના વડીલો દ્વારા આ શુભ કાર્યને બિરદાવી  તેમનું સન્માન કરવામાં આવ્યું. આજના જમાનામાં સગો દીકરો પણ ના કરાવે તેવી જાત્રા આ યુગલે ગામના વડીલોને કરાવી સમાજને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Contribute Your Support by Sharing this News: