વડગામ તાલુકાના લીંબોઈ ગામ પાસે પીલુચા રોડ પરથી પસાર થતી એક સિમેન્ટનો કાચો માલ ભરેલ ટ્રક રાત્રિના સુમારે પલ્ટી ખાઈ જતા આસપાસમાંથી લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયાં હતાં અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – ગુજરાત-રાજેસ્થાન બોર્ડર પર અકસ્માત સર્જાતા લક્ઝરી પલ્ટી મારી ગઈ, 1નુ મોત, 7 ઘાયલ
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે વડગામ તાલુકાના લીંબોઈ ગામ નજીક વડગામથી પિલુચા જતા રોડ પરથી પસાર થઈ રહેલ એક સિમેન્ટનો કાચો માલ લઈને જઈ રહેલ એક ટ્રક રાત્રિના ત્રણેક વાગ્યાના સુમારે ટ્રકના ચાલકે અગમ્ય કારણોસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રોંગ સાઇડમાં આવીને નીચે ઊતરી ગઈ હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ડ્રાઈવરને સામાન્ય ઈજા થતાં વડગામ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


