ગરવીતાકાત,અમદાવાદ: અમદાવાદના કેશવબાગ વિસ્તારમાં બે કાર અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારનાં ચાલકની હાલત ગંભીર છે. ઘટના બાદ લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં અવાર નવાર અકસ્માતોને કારણે લોકોનાં મોતની ઘટનાઓ સામે આવે છે. આજે સવારે અમદાવાદના કેશવબાગમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રિપલ અકસ્માતમાં એ ઇકો કાર, i20 અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા ઇકો કાર ચાલકની હાલત ગંભીર છે. અસક્માતમાં ટ્રક સાથે ઇકો કાર ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે પાછળ આવતી i20 પણ અથડાઇ હતી. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થયા હતા અને ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવી હતી.

Contribute Your Support by Sharing this News: