ગરવી તાકાત,બેચરાજી
આજ રોજ બેચરાજીમાં 72, પાટીદાર સમાજના પ્રમુખ કિરીટભાઈ પટેલની બીલ્ડીંગ સાઈડ મણીધર વિલેજમાં મહેસાણા જિલ્લાના સાંસદ શ્રી શારદાબેન પટેલે શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન યોજના અંતર્ગત ચાલતા વિવિધ કામ ની રૂબરૂ સ્થળ મુલાકાત કરી કામ ઝડપી અને યોગ્ય થાય તે માટે સૂચનાઓ આપી હતી.
શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન યોજનાનો મુખ્ય હેતુ ગામના સમૂહને માળખાકીય, આર્થિક, સામાજીક સવલતો પુરી પાડવાનો છે. જેથી ગામનાં જુથો તેમજ તેમના આસપાસના વિસ્તારોની સુખાકરીમાં વધારો થાય તે હેતુસર પ્રધાનમંત્રી દ્વારા તા. ૨૧ ફેબ્રુઆરી-૨૦૧૬ ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જી યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
આ મુલાકાતમાં DYSP શ્રી પી.એલ ચૌધરીના પત્નિ રેખાબેન ચૌધરી , ગૌરક્ષાના પ્રમુખ શ્રી દિનેશ ચૌધરી તથા મણીધર વિલાના કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મહેસાણા જિલ્લાની ગાયત્રી પરિવારની બહેનોએ શારદાબેનની સાથે મળી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજ્યો હતો.
તસ્વીર,એહવાલ- સોંલકી સુરપાલસીંહ