ભાવનગરનાં અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

દાતા શક્તિસિંહ ચુડાસમા, વનારાજસિંહ ચુડાસમાનું આરોગ્ય તંત્રને વૃક્ષોનું દાન

રાજ્ય સરકાર દ્વારા અનેક લોક ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. પરંતુ જો નિષ્ઠાવાન કર્મચારીઓને લોક સહયોગ મળે તો વાત રંગ લાવતી હોય છે. સ્વાસ્થ્ય સાથે પ્રકૃતિ રક્ષાનું આવું જ એક કાર્ય ભાવનગર જિલ્લાના અધેલાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે. કાર્ય નાનું છે પરંતુ પ્રકૃતિના જતન- સંવર્ધન માટે મોટું કદમ છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અધેલાઇના મેડિકલ ઓફિસર ડો.હરપાલસિંહ ગોહિલના નેતૃત્વમાં છેવાડાના માનવીને સારવાર મળે તે માટે તો સતત પ્રયત્નશીલ છે જ આ ઉપરાંત તેઓ અને તેમની ટીમ પ્રકૃતિ રક્ષા માટે પણ એટલાં જ સક્રિય રીતે કાર્ય કરી રહ્યાં છે. તેમની કામગીરી અને નિષ્ઠાની સુવાસને લઈને લોક આગેવાનો  શક્તિસિંહ ચુડાસમા (બાવળીયારી) તેમજ વનારાજસિંહ ચુડાસમાએ પારખીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અધેલાઇમાં વૃક્ષોનું દાન આપ્યું હતું.

આ વૃક્ષોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ આ આગેવાનોની ઉપસ્થિતિમાં તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ આગેવાનોએ જણાવ્યું હતું કે, આ ટીમે કોરોનાકાળમાં તેમજ હાલમાં આરોગ્યની સેવાની પ્રસંશનીય કામગીરી કરી છે. તેઓએ ભવિષ્યમાં કોઈપણ જરૂરિયાત પડે તો તમામ  સહયોગની પણ ખાત્રી આપી હતી.  

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.