ગરવી તાકાત થરા : થરા વિનય વિદ્યા મંદિર શાળા ખાતે શાળાના પ્રમુખશ્રી અણદાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ.યુનિટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.શાળાના એન.એસ.એસ.યુનિટના ઇન્ચાર્જ જયંતીભાઈ પટેલ અને નરેશભાઈ કાપડીની આગેવાની હેઠળ શાળાના એન.એસ.એસ.યુનિટના વિદ્યાર્થી મિત્રો દ્વારા વૃક્ષરોપણ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો. દરેક વિદ્યાર્થીઓએ વૃક્ષ વાવી તેને ઉછેરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં શાળાના ઈન્ચાર્જ આચાર્ય ઇશ્વરભાઇ બી. પટેલે વિદ્યાર્થીઓને વૃક્ષોનું જીવનમાં ખુબ જ મહત્વ છે અને દરેક વિદ્યાર્થી ભાઈ બહેન પોતાના ઘરે પણ એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવો જોઈએ એવી સમજ આપી હતી.આ પ્રસંગે નટવરલાલ શેખલીયા,નાથાભાઇ પટેલ,બબીબેન ચૌધરી, હરેશભાઇ ચૌધરી, નિકુલ ભાઈ પટેલ, ભાર્ગવ ભાઈ ચૌધરીએ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન જયંતીભાઈ પટેલ અને નરેશભાઇ કાપડીએ કર્યું હતું.