સરકારના વિવિધ 27 વિભાગોમાં દિવ્યાંગોની અનામત કુલ 21,114 જગ્યાઓ ખાલી

November 23, 2024

ગરવી તાકાત, અમદાવાદ,તા.23 – સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં દિવ્યાંગો માટે ચાર ટકા અનામતની જોગવાઇની દાદ માંગતી પીઆઇએલમાં આજે હાઈકોર્ટે રાજ્ય સરકારને બને તેટલી ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ કરાયો હતો.  શુક્રવારે હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમ્યાન રાજય સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી  કે, સરકારના વિવિધ 27 વિભાગોમાં દિવ્યાંગોની અનામત કુલ 21,114 જગ્યાઓ ખાલી છે. સરકારે બે વર્ષમાં આ ભરતી પૂર્ણ કરવાની બાંહેધરી સાથે અદાલત પાસે સમય માંગ્યો હતો. હાઇકોર્ટે શકય એટલી ઝડપથી દિવ્યાંગોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરી કેસનો નિકાલ કર્યો હતો.

પીઆઇએલમાં રજૂઆત કરાઇ હતી કે, રાઇટ ટુ પર્સન વીથ ડિસએબિલીટી એકટ-2016 અને સુપ્રીમકોર્ટના સંબંધિત નિર્દેશો મુજબ, સરકારના જુદા જુદા વિભાગો, સ્થાનિક સત્તાવાળાઓ, સરકારના ઉપક્રમની કચેરીઓમાં દિવ્યાંગ લોકો માટે ચાર ટકા અનામતની સ્પષ્ટ જોગવાઇ છે.

જેમાં બ્લાઇન્ડ અને લો વિઝન, સાંભળવામાં મુશ્કેલી હોય, લોકોમેટીવ ડિસએબિલીટી, સેલીબર પાલ્સી જેવી કેટેગરીમાં અનામત રાખવાની જોગવાઇ છે. પરંતુ સરકાર દ્વારા આ કાયદાકીય જોગવાઇઓ કે સુપ્રીમકોર્ટના નિર્દેશોનું પાલન થતુ જ નથી. 

આ કેસમાં હાઇકોર્ટના નિર્દેશાનુસાર રાજય સરકારના ચીફ સેક્રેટરી તરફથી સોંગંદનામું રજૂ કરી જણાવાયું હતું કે, સરકારના જુદા જુદા ખાતાઓમાં દિવ્યાંગજનોની 21,114  જેટલી જગ્યાઓ ખાલી છે.

જે સરકારના અનુમાન કરતાં બમણી છે. જો કે, સરકારે દિવ્યાંગજનોની આ ખાલી જગ્યાઓ ભરવા અંગે ભરતી કેલેન્ડર રજૂ કરતાં જણાવાયું કે, સરકાર દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયામાં બે વર્ષ જેટલો સમયગાળો લાગી શકે છે.

તેથી અદાલતે બે વર્ષનો સમય આપવો જોઇએ. જે 21,114 જગ્યાઓ ખાલી છે, તેમાં લો વીઝન અને પ્રજ્ઞાાચક્ષુઓ માટેની 9251 જગ્યાઓ, સાંભળવામાં તકલીફ હોય તો, 4985 જગ્યાઓ, લોકોમેટીવ ડિસએબિલિટી માટેની 1085 જગ્યાઓ, અન્ય દિવ્યાંગતાથી પીડાતી વ્યકિતઓની પાંચ હજાર જગ્યાઆનો સમાવેશ થાય છે. સરકાર જેમ બને એમ વહેલી તકે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0