ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના કુવારવા ખાતે આવેલ રાજવિધ્યા આશ્રમ માં બ્રહ્મલીન મહંત શ્રી ભૂરાનંદજી મહારાજ મૂર્તિની સ્થાપના અંતર્ગત આજે બીજા દિવસે કુવારવા આશ્રમના ગુરુ ભૂરાનંદ બાપુ ની મૂર્તિ ની જલયાત્રા/શોભાયાત્રા માં બગીઓ ટેકટર ઢોલ શરણાઈ ડી,જે,સાઉડ સાથે નીકળી હતી
ગુરુ શિષ્યો કુવારવા ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આખા કુવારવા ગામમાં શોભાયાત્રા ફરી હતી આશ્રમ ખાતે મૂર્તિ મુકવામાં આવી હતી મહાત્મા કરૂણાનંદ મહારાજ અને મહાત્મા વિધાનંદજી મહારાજ દ્વારા આરતી ક
રી હતી લોકો એ લાભ લીધો હતો

ત્યારે લોકો એ આશ્રમ ખાતે પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી આવતી કાલે આશ્રમ ના પટાંગણમાં નવીન બનાવેલ મંદિરમાં પૂજ્ય સદ્દગુરૂ ભૂરાનંદબાપુની મૂર્તિની સ્થાપના 12:39 કરવામાં આવશે ત્યારે કાર્યક્રમ આયોજકો મહેન્દ્રભાઈ જોશી, સુરેશભાઈ જોશી ,ધુડાભાઈ જોશી, અશ્વિનભાઈ ઠક્કર, કનુભાઈ પંચાલ, શૈલેશ ભાઈ ઠક્કર , દશરથભાઈ લીંબાચિયા તેમજ તેમજ આશ્રમ પરીવાર નાં સેવકો એ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તન મન અને ધન થી સેવા આપેલ કુવારવા ગામ ના સરપંચ તથા પુર્વ સરપંચો તેમજ સમસ્ત ગ્રામ જનો યાત્રા માં જોડાયા હતાં
દૂર દૂર થી હજારો ની સંખ્યા માં ભાવિક ભક્તો જોડાયાં. જોકે વર્ષોથી દેશી દવાઓ ઔષધ અને જડીબુટ્ટી દ્વારા આ આશ્રમમાં લોકોને સેવા આપવામા આવે છે એટલે રાજવિધ્યા પ્રચાર પ્રસાર સેવા સમિતિ દ્વારા સુંદર પ્રેરણા આપી ને આવનાર દરેક યાત્રાળુઓ ભકતો શ્રોતાઓ માટે રહેવા જમવા માટે ઉત્તમ સગવડો ઉપલબ્ધ કરેલ છે ત્યારે આ આશ્રમમાં હજારો લોકો દર્શન કરવા માટે આવેછે
તસ્વીર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ — કાંકરેજ