ગરવી તાકાત મહેસાણા: મહેસાણા શહેરમાં બે દિવસ અગાઉ રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે બપોરના સમયે એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષા પાર્ક કરી હતી. બાદમાં તે બજારમાં ગયો હતો. સાંજે પરત ફરતાં સમયે રિક્ષા લેવા જતા રિક્ષા નજરે ન પડતાં તેણે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં રિક્ષા ચોરી મામલે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે મહેસાણા એ ડીવીઝન પોલીસે ગણતરીના દિવસોમાં રિક્ષા ચોરી કરનાર ઇસમને ઝડપી પાડયો હતો.

મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસોએ રિક્ષા ચોરી મામલે તપાસ શરૂ કરી હતી. જેની અંદર મહેસાણા શહેરમાં રિક્ષાની ચોરી કરનાર ટેવ વાળા ઇસમોને પકડીને આ મામલે ચેક કર્યા હતા. જ્યાં મહેસાણાના લાખવડી ભાગોળ વિસ્તારમાં આવેલા ભોંયરાવાસમાં રહેતો વિજય ઉર્ફ પટેલ દિલીપસિંહને ઝડપી તેની પાસે આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીએ 16 ફેબ્રુઆરીના સાંજે જૂની રાજમહેલ કોર્ટ કેન્ટિંગ પાસે ગયો હતો, જ્યાં કેન્ટીન પાસે એક રિક્ષા પડી હતી. જેની ચોરી કરી ફરાર થયો હતો. બાદમાં આરોપીએ મહેસાણાના ઇન્દિરા નગર પાસે ટીપી રોડ પર રિક્ષા બંધ થઈ જતા ત્યાને ત્યાં મૂકી નાસી ગયો હતો. બાદમાં મહેસાણા એ ડીવીઝન પોલીસ ટીપી રોડ પર તપાસ માટે ગઈ હતી. જ્યાં ચોરાયેલી રિક્ષા પોલીસે કબ્જે કરી આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


