ગરવી તાકાત,કડી
રાજ્યમાં વિવિધ બીલ્ડીંગ,ઓફિસો અને કંપનીઓમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહે છે છતા પણ આવી બીજી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ફાયર વિભાગ એક્શનમાં કેમ નથી આવતુ ? અને વિવિધ બીલ્ડીંગ, પ્રાઈવેટ કંપનીઓ,કોમ્પ્લેક્ષો,અને સરકારી ઓફિસોમાં આવી આગ લાગવાની ઘટના ન બને એ માટે ફાયર સેફ્ટીને લઈ યોગ્ય ચેકીંગ કરી આવી સંસ્થાઓ વિરૂધ્ધ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? જેથી ભવિષ્યમાં આવી દુર્ધટનામાં જાન-માલ હાની થતા અટકાવી શકાય
આજે ફરી આવી એક આગ લાગવાની ઘટના કડીમાં બની છે, જેમાં કડી તાલુકાના ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલ ઝેડકેમ પ્રા.લિમિટેડ નામની કેમિકલની ફેકટરીમાં કેમિકલ બ્લાસ્ટ થી ભયંકર આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આગની ઘટનાની જાણ થતાં કડી નગરપાલિકા તેમજ મહેસાણા ઓ.એન.જી.સી. સહિતના ફાયર ફાઈટરોએ બે થી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
કડી તાલુકાના વિવિધ ક્ષેત્રમાં ઘણા બધા ઔધોગિક એકમો આવેલા છે જેમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ,ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય છે.કડી તાલુકો ઔધોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેની સાથે પ્રદુષણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો – કડીમાં તંત્ર રોડના ખાડાઓ ભરવા માટે કોન્ક્રીટના બ્લોગના શહારે
કડી તાલુકામાં આવેલ કેટલાક ઔધોગિક એકમો પોતાના અંગત ફાયદાસારુ પ્રદુષણ કે લોકોના જીવને જોખમમાં મુકતા અચકાતા ના હોવાનું જોવા મળે છે. જેનો દાખલો આજે તાલુકાના ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલ ઝેડકેમ પ્રા. લિમિટેડ નામની કંપનીમાં લાગેલી ભયંકર આગથી જોવા મળે છે. કંપનીમાં લાગેલ ભીષણ આગમાં કંપનીમાં કામ કરતા કોઈ કર્મચારીને ઇજા પહોંચી નથી પરંતુ જાણવા મળી રહ્યું છે કે કંપનીના સંચાલક દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદાસરુ સરકારી નીતિનિયમોને નેવે મૂકી ફાયર સેફટી કે બીજી કોઈ સુવિધા વિના કંપની ચલાવવામાં આવી રહી હોવાની અંગત સૂત્રો પાસેથી માહિતી મળી છે.
સામે આવી કંપનીની બેદરકારી
ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલ ઝેડકેમ પ્રા. લિમિટેડ કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ દ્વારા શુક્રવાર બપોરના સમયે લાગેલી ભીષણ આગની ઘટના ઝેડકેમ કંપની માટે નવી નથી. ચાર પાંચ વર્ષ અગાઉ પણ આ જ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પરંતુ કંપની સંચાલકોએ કોઈ બોધપાઠ લીધો નહિ હોવાનું જોવા મળી રહ્યું છે. કંપનીમાં લાગેલ આગ એટલી ભીષણ હતી કે ભયંકર આગના બ્લાસ્ટથી કંપનીનું ધાબુ અને પતરાનો શેડ સંપૂર્ણ પણે ધરાશાયી થયી ગયો હતો.તેમ છતાં કંપનીના સંચાલકોએ પોતાની બેદરકારી છુપાવવા તંત્રને જાણ કર્યા વિના ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.કંપનીમાં ફાયર સેફટીની સુવિધાનો સંપૂર્ણ અભાવ હોવાના કારણે કડી નગરપાલિકા,કલોલ તેમજ મહેસાણા ઓ.એન.જી.સી. ના ફાયર ફાયટરો દ્વારા બે થી અઢી કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી. આગ લાગી ત્યારે કંપનીમાં કામ કરી રહેલા પાંચ કામદારોનો આબાદ બચાવ થયેલો હતો.