પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડતી મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ
મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ફરાર શખ્સના ઘરે તળેટી ગામે પહોંચી ઝડપી પાડ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 13 – મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં પોલીસ પકડથી નાસતા ફરતાં શખ્સને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે બાતમીના આધારે ફરાર શખ્સને તેના ઘરેથી તળેટી ઠાકોરવાસમાં પહોંચી ઝડપી પાડ્યોં હતો.
મહેસાણા જિલ્લામાં પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છૂટેલા ફરાર કેદીઓ તેમજ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં પીએસઆઇ એન.પી. પરમાર, એએસઆઇ ચેતનકુમાર, પીસી મહેશકુમાર, પીસી કાનજીભાઇ, રવિકુમાર સહિતનો સ્ટાફ નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના ફિરાકમાં હતા
તે દરમિયાન એએસઆઇ ચેતનકુમાર તથા પીસી મહેશકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની કલમ 65.એ.એ,81 મુજબના ગુનામાં નાસતો ફરતો ઠાકોર રણજીત ઉર્ફે રંજો રામાજી રહે. તળેટી બસ સ્ટેન્ડ પાસે, ઠાકોરવાસવાળો ઘરે હાજર છે જે બાતમી મળતાં પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ તળેટી ગામે પહોંચી ફરાર શખ્સને દબોચી લઇ મહેસાણા તાલુકા પોલીસને સોપ્યોં હતો.