રીપોર્ટ,તસ્વીર - જૈમીન સથવારા

કડી માં આવલે નરસિંહપુરા નર્મદા કેનાલ પાસે કાચું તેલ ભરેલ ટેન્કર પલટી ખાઇ જતા લાખો રૂપિયાનું કાચું તેલ વેડફાઈ ગયું હતું. આ ટેન્કર કંડલાથી કાચું તેલ ભરી GJ-12-BX-0311 નંબર નું ભારે ટેન્કર કડી છત્રાલ રોડ ઉપર આવેલ જીવન એગ્રોમાં જઇ રહયું હતું ત્યારે બપોરના સમયે તે ટેન્કર નરસિંહપુરા નર્મદા કેનાલ પાસેથી નીકળતું હતું. ત્યારે અચાનક ડ્રાઇવરના હાથમાં થી સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા ત્યાં નર્મદા કેનાલ પાસે જ પલટી મારી ગયું હતું.

રીપોર્ટ,તસ્વીર – જૈમીન સથવારા

આ ટેન્કરમાંથી પલટી થઈ જતા તેમા ભરેલા કાંચા તેલની રોડ ઉપર રેલમ છેલ થઈ રહી હતી.રોડની વચ્ચોવચ ભારે ટેન્કર પલટી મારતાં બંને બાજુ તરફથી આવતા નાનાં મોટા વાહનો ની લાંબી લાઈનો લાગી હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.કડી પોલિસને માહિતી મળતા જ તેમણે ત્યાં ઘટનાસ્થળે પહોંચી જઈને રોડ ઉપર લાગેલ વાહનોની લાંબી કતારોને ધીરે ધીરે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટેન્કર સચાલકો દ્વારા રોડ ઉપર પડેલ કાચું તેલ નો નિકાલ કરીને તે રોડની જગ્યા ઉપર રેતીનો પથરાવ કરવામાં આવ્યો હતો. જેથી કરી ત્યાંથી નીકળતા નાના મોટા વાહન ચાલકો ને કોઈ મુશ્કેલી પડે નહીં અને કોઈ વાહન સ્લીપ પણ ના મારી જાય અને કોઈ મોટી જાનહાની ના થાય તે માટે ની કાળજી પુર્વક કામગીરી કરવામાં આવી હતી.

Contribute Your Support by Sharing this News: