પાલનપુરના વિદ્યાર્થીએ વન બચાવવા આવનારી પેઢીને સંદેશ આપવા માટે બનાવ્યો સુપર મોડલ પ્રોજેક્ટ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત પાલનપુર : આજે વન દિવસ નિમિત્તે બ્રાઇટ તુલીપ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ પાલનપુરમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અર્જુન વિશાલ વાનખેડે દ્વારા વન પ્રત્યેની જનજાગૃતિ માટે એક મોડલ તૈયાર કરવામાં આવ્યું છે.
જેમાં અગાઉના જમાનામાં પૃથ્વી જંગલ, પાણી અને પક્ષીથી કેટલી સરસ હતી અને આજે આજે કેટલી વિદ્રુપ અવસ્થામાં છે તેની સરળ સમજ આપવામાં આવી છે. જંગલ માંથી નિકળતું સાફ પાણી શહેરી વિસ્તારમાં આવતી ફેક્ટરની કારણે કેવી રીતે ગંધાતું થઈ રહ્યું છે
અને કેવી રીતે લોકોના સ્વાસ્થ્યને બગાડી રહ્યું છે તેની વાત કરવામાં આવી છે. શહેરમાં જંગલને તોડી ઉંચી ઉંચી બિલ્ડીંગો ઉભી કરી છે. આપણે જંગલ તોડતા રહ્યા તો એક દિવસ જંગલ પણ રહેશે નહી અને માણસ પણ નહી રહે તેથી જાગૃત થઈ જંગલને નષ્ટ થતા બચાવો તેવો જાગૃતતા ભર્યો સંદેશ આ વિદ્યાર્થીએ આવનારી પેઢી ને આપ્યો છે.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.