સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે સ્પોર્ટ્સ ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરાયું

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત મહેસાણા : શિક્ષણની સાથે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ થાય તે હેતુથી વિદ્યાલય કેમ્પસ કડીના શ્રી એ.એચ. પટેલ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ એન્ડ મલ્ટીપરપઝ હોલ ખાતે સ્પોર્ટ્સ ટ્રેનીંગ કેમ્પ-૨૦૨૨ નું ઉદ્ઘાટન સંસ્થાના માનનીય મંત્રીશ્રી સંજયભાઈ પટેલના હસ્તે  કરાયું
સતત ૧૪ દિવસ સુધી ચાલનાર આ સ્પોર્ટ્સ કેમ્પમાં ધોરણ-૫ થી ૧૨ ના ૩૯૦ જેટલા વિદ્યાર્થીઓને ૧૫ પ્રશિક્ષિત કોચ દ્વારા બેડમિન્ટન, ટેબલટેનીસ, રાયફલ શુટિંગ, કરાટે, સ્કેટિંગ, વોલીબોલ, કબડ્ડી અને ક્રિકેટની રમતો માટેની ટ્રેનીંગ આપવામાં આવશે.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.