એક પણ શખ્સ પોલીસમાં ન હોવા છતા કારના ડેસ્કબોર્ડ પરથી પોલીસની નેમપ્લેટ મળી
ગરવીતાકાત અંબાજીઃ અંબાજીમા મંગળવારે 3-4 અકસ્માત કરી રાજસ્થાન તરફ ભાગી રહેલી પોલીસની નેમ પ્લેટ વાળી એક કારને અંબાજી પોલીસે આરટીઓ ચેકપોસ્ટ નજીકથી અમદાવાદના 3 શખ્સો સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ લખેલી એક સ્વિફ્ટ કાર નબર જીજે 1 ઑ ડબલ્યુ 3104 અંબાજીમાં 3 થી 4 અકસ્માત કરી રાજસ્થાન તરફ ભાગી રહી હતી.ત્યારે આ કારને પકડવા સ્થાનિક લોકો સહીત અંબાજી પોલીસએ પીછો કર્યો હતો.અને અંબાજીની આર ટી ઓ ચેકપોસ્ટ નજીકથી કારને ઝડપી પાડી હતી. જોકે આ કાર અમદાવાદની હોવાનુ સામને આવ્યુ હતુ.આ કારમાં શુભમસિંહ રામકિશન ચૌહાણ, કમલેશ રમેશભાઈ પ્રજાપતિ અને મૌલિક ભરત પંચાલ(રહે.અમદાવાદ,નરોડા)જેમને અંબાજી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથધરી હતી. ઝડપાયેલા આ ત્રણેય માંથી એક પણ પોલીસમાં ન હોવા છતાં કારના ડેસ્કબોર્ડ પર પોલીસની નેમપ્લેટ લગાવી ભાગી રહ્યા હતા.