વડનગરના એક દિકરાએ ગાંધીનગરથી વારાણસી ને, વારાણસીથી હસ્તીનાપુર દિલ્હીના સિંહાસન પર બિરાજમાન મોદીએ તાના રીરીને વિશ્વમાં ગુંજતુ કર્યુ !

November 10, 2021

તાના-રીરી મહોત્સવની શરૂઆત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 2003માં વર્ષમાં કરી હતી. સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ દ્વ્રિ-દિવસીય મહોત્સવ કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમના સંદર્ભે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત 2010માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્બભાઇ મોદીએ કરી હતી.

અત્યાર સુધી કોને કોને તાના રીરી એવોર્ડ એનાયત કરાયો ?

તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ, 2010માં પ્રથમ વર્ષે ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને  તત્કાલીન માન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના એવોર્ડ 2011માં બીજા વર્ષે પદ્મભૂષણ  ગિરિજાદેવીને અર્પણ કરવામાં આવ્યો હતો. 2012માં કિશોરી અમોનકર, 2013માં  પરવિન બેગમ સુલતાન તેમજ વર્ષ 2014નો એવોર્ડ ડૉ .પ્રભા અત્રેને આપવામાં આવ્યો હતો. 2016માં વિદૂષી મંજુબહેન મહેતા, અમદાવાદ અને ડૉ લલિત જે. રાવન મહેતા, બેંગ્લોરને અર્પણ કરાયો હતો. 2017માં આ  એવોર્ડ પદ્મભૂષણ ડૉ.એન.રાજમ અને વિદૂષી રૂપાંદે શાહને અર્પણ કરાયો. જ્યારે 2018માં પદ્મશ્રી આશા ભોંસલેને અર્પણ કરવામાં આવ્યો હતો. 2019માં આ એવોર્ડ અશ્વિની ભીંડે દેશપાંડે અને પિયુ સરખેલને અર્પણ કરાયો હતો. 2020 સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદીને અર્પણ કરાયો હતો. તાના-રીરી એવોર્ડ વર્ષ-2021 પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ,મુંબઇ અને  ડૉ. વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આપવામાં આવનાર છે.આ એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ 2,50,000 નો ચેક,શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવનાર છે.

મહેસાણામાં શાસ્ત્રીય સંગીતની કલાને ઉજાગર કરતો  ઉત્તરાર્ધ મહોત્સવ પણ ઉજવવામાં આવે છે

મહેસાણાના ઐતીહાષીક શહેર વડનગરમાં 12મી તથા 13મી નવેમ્બરના રોજ તાના રીરી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઈ સરકારી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જીલ્લા તંત્ર સહીત ગાંધીનગરનુ તંત્ર પણ આ કાર્યક્રમનો પગલે દોડધામ કરી રહ્યુ છે. આ કાર્યક્રમની તૈયારીઓમાં કોઈ ખામી ના રહી જાય તેના માટે અધિકારીઓના ખભા ઉપર જવાબદારી સોંપવામાં આવી છે.

વડનગર અને વારાણસી નો નાતો આદિ અનાદિ કાળનો છે. ભગવાન ભોળાનાથનું પ્રથમ ડમરૂનો બ્રહ્મનાદ વારાણસીમાં અને વડનગરમાં મલ્હાર રાગ પ્રથમ વાર તાનારીરી નાગર કન્યાઓએ છેડ્યો હતો. કેટલુ અદ્ભુત સામ્ય ધરાવે આ બંને નગરો ? એમની વિરાસતના આપણે સાક્ષી બન્યા એ આપણું સદભાગ્ય. સાહિત્ય, સંગીત,શીલ્પ અને આધ્યાત્મિક નગરી વડનગરે આ દેશને દરેક ક્ષેત્રમાં ખૂબ પ્રદાન કર્યું છે. વડનગરનો એક દિકરો ગાંધીનગરથી વારાણસી ને વારાણસીથી હસ્તીનાપુર દિલ્હી ના સિંહાસને બિરાજમાન થાય ત્યારે વડનગરના પ્રત્યેક વ્યક્તિ ગૌરવ અનુભવે . તાનારીરી મહોત્સવની શરૂઆત કરી વડનગરનુ નામ વિસ્વભરમા ગાજતું કરનાર ગુજરાતના નરેન્દ્રભાઇ મોદીને સાજે તેવાં કાર્યક્રમોનુ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0