ખેડુત આવનારા સમયમાં ખેતમજુર બની જાય એવી પરીસ્થીતીનુ નીર્માણ કરાયુ: કોન્ગ્રેસનુ પ્રદર્શન

September 28, 2020

દેશભરમાં વિપક્ષ કેન્દ્ર સરકાર દ્વારા લાવેલ ત્રણ વિવાદાસ્પદ કૃષી બીલના કારણે વિરોધ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ આજે મુખ્ય વિપક્ષી પાર્ટી કોન્ગ્રેસ દ્વારા સંસદમાં પસાર થયેલ ત્રણ કૃષી બીલનો વિરોધ કરાયો હતો.જેમાં ગાંધીનગર ખાતે કેન્ગ્રેસના પ્રમુખ અમીત ચાવડા અને વિધાનસભાના નેતાપ્રતીપક્ષ પરેશ ધાનાણી સહીતના નેતાઓ આ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. 

સંસદમાં પસાર થયેલ કૃષી બીલનો વિરોધ ભારત ના ખેડુતો કરી રહ્યા છે તથા જેમને 25 સપ્ટેમ્બરના રોજ ભારતબંદનુ એલાન પણ આપ્યુ હતુ જેનુ સમર્થન તેમને આખા ભારતમાંથી મળ્યુ હતુ. ત્યારે હવે આ બીલને લઈ ખુદ ને ઘેરવાનો મોકો સરકારે વિપક્ષને આપી દીધો હોય એમ જણાઈ રહ્યુ છે.

ગુજરાત કોન્ગ્રેસ દ્વારા ગાંધીનગર ખાતે ખેડુતોના પક્ષમાં ન્યાયકુચ યાત્રા યોજી હતી જેમાં કોન્ગ્રેસના અનેક કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. જેથી તેમને રોકવા માટે પોલીસ દ્વારા પરેશ ધાનાણી અને અમીત ચાવડા સહીતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. 

આ પણ વાંચો – રાજકોટની પોદ્દાર સ્કુલ દ્વારા સરકારના ગાઈડલાઈન નો અનાદર, વાલીઓ પાસે ફી ની માંગ

આ કુચમાં કોન્ગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર આરોપ લગાવાયા હતા કે નરેન્દ્ર મોદી દ્વારા 2014 માં વાયદો કરાયો હતો કે ખેડુતોની આવક બમણી કરવામાં આવશે પરંતુ છેલ્લા 6 વર્ષમાં ખેડુતોની આવક અઢધી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના દ્વારા વિમા કંપનીઓને ખેડુતોને લુુંટવાની પરવાનગી અપાઈ છે.કેન્દ્રમાંં ભાજપની સરકાર બનતા જ સરકારે જમીન અધિગ્રહણ બીલ લવાયુ હતુ. આ કૃષી બીલમાં એપીએમસી નો ઉલ્લેખ જ નથી જે ખેડુતોને ભ્રમીત કરવાનો પ્રયાસ કરે છે.

કોન્ગ્રેસ દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો કરાયા હતા જેમા તેઓએ કહ્યુ હતુ કે, ભારતમાંથી કંપની રાજને હટાવવા ગાંધી અને કોન્ગ્રેસ દ્વારા ખુંબ મોટી લડાઓ લડવામાં આવી હતી ત્યારે હવે ભાજપ સરકાર ફરીથી આ દેશનમાં કંપની રાજ લાવવા આગળ વધી રહી છે. સમાન્ય ખેડુત,ગ્રાહક સામે આ બીલને કારણે મોટુ જોખમ ઉભુ થવાનુ છે. આ બીલના કારણે કંપનીઓ આવી જવાથી ગુજરાતની સહકારી સંસ્થાઓ આખા વિશ્વમાં જાણીતી છે તે આવનારા સમયમાં ખતમ થઈ જશે. કોન્ટ્રાક્ટ પધ્ધતી દાખલ થવાથી ખેડુત ફરીથી ખેતમજુર બની જાય એવી પરસ્થીતીની નિર્માણ થાય એવા પગલા ભરવામાં આવ્યા છે 

કોન્ગ્રેસ દ્વારા આ પ્રદર્શનમાં વધુમા જણાવાયુ હતુ કે મહામારી ની આડમાં ખેડુતોની આપત્તીઓને મુઠ્ઠીભર ઉધોગપતીઓ માટે અવસરમાં પલટી દેવાની ધૃણાસ્પદ સાજીસ કરવામાં આવી છે જે ખેડુતો ક્યારેય નહી ભુલે.દેશના ખેડુતો અને વ્યાપારીઓની કોઈ માંગ ન હોવા છતા સરકાર આવો કાયદો કેમ લાવી એવા આરોપ પણ કોન્ગ્રેસે સરકાર ઉપર લગાવ્યા હતા. 

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0