મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નાટ્ય પ્રસ્તુતિ દ્વારા તાલીમ અપાઇ
ગરવી તાકાત, મહેસાણા તા. 24 – રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત આજ રોજ માનનીય કલેકટર સાહેબ મહેસાણાના અધ્યક્ષ સ્થાને આરટીઓ મહેસાણા કચેરી દ્વારા સાર્વજનિક વિદ્યાલય સંકુલ મહેસાણા ખાતે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા સૌ પ્રથમ વાર ભવાઇ મંડળીનો ઉપયોગ કરી રોડ સેફટી અવેરનેસ નાટ્ય પ્રસ્તુતિ તથા રોડ સેફટી અવેરનેસ પીપીટી પ્રેઝન્ટેશનથી શાળાના બાળકોને પણ તાલીમ આપવામાં આવી હતી.
અતિ ગતિ જીવન ક્ષતિના ધ્યેયસૂત્ર સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી અંતર્ગત માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે ટ્રાફિક નિયમોના પાલન અંગે નાગરીકો તેમજ શાળાના બાળકોને જાગૃત કરવામાં આવ્યાં હતા. નેશનલ રોડ સેફટી મથ વિષે સમજ જાણકારી આપી જાગૃત કરાયા હતા.
આ કાર્યક્રમમાં રોડ સેફટી અંગે ઉપયોગી માપદંડો જેવા કે રોડ એન્જિનિયરીંગ, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ ટ્રાફિક ડિસીપ્લીનની જાણકારી આપી પ્રવર્તમાન સંજાેગોમાં તેનું મહત્વ સમજાવ્યું હતું. વધતી વધતી ટેકનોલોજી સાથે ટ્રાફિક વ્યવસ્થાપનના સુચારુ સંચાલન માટે થતી કામગીરીની જાણકારી આફી રોડ અખસ્માતો નિવારવા માટે શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોથી માહિતગાર કરવામાં આવ્યાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં સાર્વજનિક વિદ્યાલય સંકુલના પ્રિન્સિપલ, ચેરમેન, આરટીઓ અધિકારી, કર્મચારી, જિલ્લા કલેકટર, પોલીસ અધિકારી સ્ટાફ, સ્કૂલ સ્ટાફ સહિત હાજર રહ્યા હતા.