ગરવીતાકાત,અરવલ્લી: સાબરકાંઠા જિલ્લા રમતગમત અધિકારી કચેરી હિંમતનગર અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લા વ્યાયામ મંડળ તથા સ્નેહીજનોના સંયુક્ત ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારી ર્ડા.એ.ઓ. રાવલ નો વય નિવૃત્તિ સમારંભ રાજ્ય વ્યાયામ મંડળના મંત્રી રમેશભાઈ ચૌધરી હિંમતનગરની સ્વસ્તિક હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં  સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બાળકોને રમતગમત પ્રત્યે પાપા પગલી કરાવનાર જિલ્લા રમતગમત અધિકારી ર્ડા.અશોક ભાઈ રાવલ ની સેવા ઓને બિરદાવી કામગીરીની પ્રશંશા કરી નિવૃતિ સન્માન આપ્યું હતું. આ પ્રસગે રમેશભાઈ ચૌધરી એ પૂર્વ ડીએસઓ સ્વ.ડી.કે.ચૌધરી ને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી જણાવ્યું હતું કે જિલ્લામાં રમતગમત ની પ્રવૃતિઓ ને વેગ આપ્યો છે તે આજે પણ યાદ આવે છે.આ સન્માન કાર્યકર્મમાં યોગેશભાઈ રાવલ, ટગ ઓફ વોર ના પ્રમુખ રાજુુુભાઈ પટેલ,સવજીભાઈ પટેલ,  પ્રકાશભાઈ વૈદ્ય,જિલ્લા મંડળના પ્રમુખ રોહિતભાઈ પટેલ, બળવતભાઈ તથા સિનિયર કોચ સુુરજીભાઈ ડામોર સહિતવ્યાયામ મંડળના સભ્યો,આગેવાનો કર્મચારીઓ ઉપસ્થિત રહી નિવૃત થતા અધિકારી નું શાલ અને મોમેન્ટો આપી સન્માન આપ્યું હતું.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી