ગરવી તાકાત મહેસાણા : કડીમાં સોમવારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી ગાંધી ચોકથી શરૂ થઈ અને મામલતદાર કચેરી ખાતે સમાપ્ત થઈ જ્યાં મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું આ સમર્થન રેલી દસ દિવસ પૂર્વે થરાદમાં બનેલી ઘટનાના સંદર્ભમાં યોજાઈ થરાદમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તેમના સમર્થકો સાથે રેલી યોજી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો.

અને પોલીસના પટ્ટા ઉતારવા અંગે નિવેદન આપ્યું આ નિવેદન બાદ પોલીસ પરિવાર દ્વારા મેવાણી વિરુદ્ધ ઠેર ઠેર રેલીઓનું આયોજન કરવામાં આવ્યું કડીમાં સોમવારે ગાંધી ચોક ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીનો પ્રારંભ થયો બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સમર્થકો મામલતદાર કચેરી પહોંચ્યા અને કડીના મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું.

નવસર્જન સંસ્થા દ્વારા જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું ભરતભાઈ પરમારે જણાવ્યું કે, થરાદમાં મહિલાઓએ જીગ્નેશભાઈ મેવાણીને રજૂઆત કરી જેના પગલે પોલીસ પરિવારે તેમની વિરુદ્ધ રેલીઓ યોજી હતી. તેમણે ઉમેર્યું કે, કડીમાં વારંવાર ગેરકાયદેસર દારૂ પકડાય અને યુવાનો દારૂ, જુગાર તથા ડ્રગ્સના રવાડે ચડી રહ્યા યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે જીગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું.


