થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસરનો માદક પદાર્થ અફિણના રસનો જથ્થો ઝડપાયો

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત થરાદ :  આઇ.જી.પી.જે.આર.મોરથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષરાયરાજ નાઓએ નાર્કોટીક્સ ડ્રગ્સની હેરાફેરી, સંગ્રહ તથા વેચાણને ડામી દેવા સારૂ વધુમાં વધુ કેસો કરવા કડક સુચના કરેલ હોઇ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પૂજા યાદવ, થરાદનાઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ગેરકાયદેસરની પ્રવૃતિ થતી રોકવા અટકાવવા સતત પ્રયત્નશીલ હતી.
જે અન્વયે આજરોજ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ખાનગી ઇકો ગાડીમાં બેસીને આવેલ નાગજીરામ વિરાજી ગાંગડ(રબારી) ઉ.વ.૨૩ રહે. જુની બીએસએફ પોસ્ટ નજીક, હાથલા પોલીસ સ્ટેશન-બાખાસર તા.સેડવા જિ.બાડમેર રાજસ્થાન વાળાના જાત કબજાની બેગમાંથી વગર પાસ પરમીટનો અને ગે.કા. રીતેનો માદક પદાર્થ અફિણનો રસ કુલ-૫૦૦ ગ્રામ કિ.રૂા.૫૦,૦૦૦/- સાથે મળી આવેલ તથા અન્ય મુદ્દામાલ કુલ કિ.રૂ.૫૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ જે નાર્કોટિક્સના જથ્થા સાથે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.ના કાયદા મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.!
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી – (૧) જે.બી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર(૨) અ.હે.કો. અશોકભાઇ સજાભાઇ (૩) અ.હે.કો રવજીભાઇ ગંગારામભાઇ (૪) અ.પો.કો ભરતભાઇ કેસાભાઇ (૩) અ.પો.કો. પ્રકાશભાઇ ભગવાનભાઇ (૪) અ.પો.કો રમેશભાઇ પીરાભાઇ
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.