-
દારૂનો જથ્થો અને અલ્ટો ગાડી મળી ૨.૧૪ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો
બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ મથક વિસ્તારમાં આવેલા વાઘાસણ ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ના જથ્થા સાથે અને અલ્ટો ગાડી સહિતના 2.14 લાખનામુદ્દામાલ સાથે ઈસમને થરાદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થરાદ પી.આઇ. જે.બી.ચૌધરી સ્ટાફ સાથે પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે વાઘાસણ ગામની સીમમાં ગોળાસણ (રાજસ્થાન) ગામ તરફથી આવતાં કાચા નેળીયામાં એક દારૂ ભરેલ અલ્ટો ગાડી આવનાર છે.
આ બાતમી આધારે નાકાબંધી કરતા બાતમી વાળી ગાડી આવતાં સરકારી વાહનથી ડીપર આપી રોકાવવા ઈશારો કરતાં અલ્ટો ગાડીના ચાલકે ગાડી રિવર્સ લેતાં ગાડી કાંટાળી વાડમાં ફસાઈ ગઇ હતી. જેમાં અલ્ટો ગાડીમાં મુકેશભાઈ આંબાભાઈ જાતે.રબારી રહે.પીલુડા તા.થરાદ વાળો હોવાનું જણાવેલ અને દારૂ મંગાવનાર રમેશભાઈ તળશાભાઈ મકવાણા રહે.વળાદર તા.થરાદ વાળાનુ પણ નામ આપતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની બોટલો તથા કાગળના પાઉચ તેમજ બિયરની કાચની બોટલો મળી કુલ બોટલ નંગ-649, કિ.રૂા. 59,173 નો તથા ગાડીની કિ.રૂ.1,50,000/- તથા મોબાઈલ નંગ-01 કિ.રૂ.5000/- તથા રોકડ રકમ રૂ.550 /-મળી કુલ કિ.રૂ.2.14,723/- ના સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.