ગરવી તાકાત થરા : કાંકરેજ તાલુકાના ટોટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુદ્રોસણ ગામ ખાતે જનજાગૃતિ દિવસ તેમજ વિશ્વ મેલેરિયા દિને સુદ્રોસણ ગામમાં ઓ.પી.ડી. કેમ્પ રાખવામાં આવેલ જેમાં તમામ દર્દીઓનું નિદાન અને સારવાર, લેબોરેટરી તપાસ, તમામ આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવેલ.
કેમ્પના સ્થળે ડી.બી. ચૌહાણના સુપરવિઝન હેઠળ મ.પ.હે.વ.ફી. હે.વ.અને આશા બહેનો દ્વારા આઈ.ઈ.સી. પ્રદર્શન, ગપ્પી ફિશ, પોરા નિદર્શન,મચ્છરદાની નો ઉપયોગ અને નિદર્શન તેમજ વાહક જન્ય રોગો વિશે લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ.
ગામમાં તમામ મ.પ.હે.વ.ભાઈઓ,ફી.હે.વ.બહેનો, આશા બહેનો દ્વારા જન જાગૃતિ દિવસ અન્વયે વાહકજન્ય રોગ નિયંત્રણ અને અટકાવ કામગીરી અંતર્ગત સર્વેલન્સ કામગીરી, પોરા નાશક કામગીરી,ડ્રાય ડે,આઈ.ઈ. સી. કામગીરી જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી. તેમજ એન.સી.ડી.સ્ક્રિનિંગ,હેલ્થ કાર્ડ જનરેટ, સી.બી. એ.સી.કામગીરી,ઈ. સંજીવની કામગીરી,કોરોના વેક્સિનેશન કામગીરી કરવામાં આવી.
તસવિર અને અહેવાલ : યશપાલસિંહ વાઘેલા — થરા