થરા કોલેજમાં NSS વિભાગ દ્ધારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર અને સુત્ર રાઈટીંગ સ્પર્ધા વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એ. સુરાણી વિદ્યાસંકુલ, શ્રીમતી કે.કે. શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ.બી. ગુંજારીયા કોમર્સ કોલેજ થરામાં NSS  વિભાગ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ નિમિત્તે તા. 27/08/2022 શનિવાર  ના રોજ  મતદાર જાગૃતિ ની ચિત્ર અને સુત્ર રાઈટીંગ સ્પર્ધા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં થરા કોલેજ, વિનય વિદ્યામંદિર,ઓગડવિધામંદિર, કન્યાવિદ્યાલય ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં  કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડૉ.ડી.એસ. ચારણ દ્વારા વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવી  સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ને ભાગ લેવા પ્રેરવામાં આવ્યા હતા તેમજ યુવા મતદાન ઉપર વિગતે ચર્ચા કરી હતી. જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ,NSS વોલેન્ટીયર એ હાજરી આપી હતી.
કાર્યક્રમમાં પ્રા.જૈનાબેન શાહ, પ્રા.ઝિલબેન શાહ, પ્રા.મધુબેન પરમાર  હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં એન.એસ.એસ ના સ્વયંસેવકો  બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા.ગૌરવભાઇ શ્રીમાળી અને પ્રા.કૌશલભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.