કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભગવાન શ્રી પરશુરામ જયંતી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી.

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બ્રાહ્મણવાસ થી ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજી હતી જેમાં કાંકરેજ તાલુકાના વેપારી. દરેક સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો અને ખાસ કરીને શિહોરી પરશુરામ સેવા સમિતિ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડીજે ના તાલે . ટ્રેકટર માં વેશભૂષા ધારણ કરી ને યુવાનો એ જુદા જુદા પોષક પહેરીને રામ. લક્ષમણ. સુગ્રીવ. હનુમાનજી અને શ્રી ભગવાન પરશુરામ ને બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા

ત્યારે શુભ શરૂઆત બ્રાહ્મણવાસ થી શોભાયાત્રા નીકળી હતી ત્યારે શિહોરી બસ સ્ટેન્ડ થઈ મુખ્ય બજાર થઈ ને ગૌ માતા ના સ્ટેચ્યુ થઈ ને દિયોદર નાળા થઈ ને આનંદ વાડી ખાતે પહોચી હતી જેમાં ભકતો અને શ્રોતાઓ મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાયા હતા ત્યારે યુવાનો અને વડીલો એ કેસરી રંગના સાફા બાંધી જય શ્રી પરશુરામ ના ગગનભેદી નારા સાથે સમગ્ર શિહોરી નગરી ગુંજી ઉઠ્યું હતું અને તલની રેવડી ની પ્રસાદ શોભાયાત્રા માં વહેચવામાં આવી હતી જેમાં શિહોરી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

પરંતુ અખાત્રીજ ના પાવન અવસર પર ભગવાન શ્રી પરશુરામ જયંતી અને ઈદ નો તહેવાર દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે અંગે શિહોરી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી ને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે મુસ્લિમ બિરાદરોએ એકબીજા સાથે મસ્જિદ માં નમાઝ અદા કરી હતી અને ઈદ મુબારક પાઠવી હતી આમ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આન બાન શાનથી ભગવાન શ્રી પરશુરામ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી

જેમાં ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા છતાં તેમજ  શ્રી પરશુરામ સેવા સમિતિ ના કમલેશ જોષી અને સુરેશભાઈ જોષી. મહેન્દ્રભાઈ જોષી. મહેશભાઈ જોષી દિવ્ય ભાસ્કર. ડૉકટર સમીર દવે અને વરિષ્ઠ પત્રકાર રામજીભાઈ રાયગોર સહિત દિનેશકુમાર ઠકકર. હંસપુરી ગૌસ્વામી. શાંન્તુંભા ડાભી સરપંચ શ્રી શિહોરી સહિત મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાયા હતા લોકો અને આનંદવાડી ખાતે શોભાયાત્રા ની પૂર્ણાહુતિ કર્યા બાદ સૌ મિત્રો સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ને ભગવાન શ્રી પરશુરામ જયંતિ નિમિત્તે ઊજવણી દરમિયાન સંતોષકારક રીતે કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો

તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.