અરવલ્લી જિલ્લામાં આજરોજ શામળાજી પોલીસ હદમાં અણસોલ ગામની સીમમાં રતનપુર ચેક પોસ્ટ ખાતે કારમાં લવાતા દારૂ સાથે એકની ધરપકડ કરીને શામળાજી પોલીસે અન્ય ત્રણ સહિત ૪ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને રૂ.૫૦૪૦૦ના દારૂ સહિત રૂ. ૩,૫૦,૯૦૦ નો મુદ્દામાલ કબજે લીધો છે.

રાજસ્થાન રાજય તરફથી આવતા વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરવા સુચના કરેલ જે આધારે કે.વાય.વ્યાસ પો.સ.ઇ શામળાજીનાઓની બાતમી આધારે શામળાજી પોલીસ સ્ટાફ ના માણસોએ કડવથ ગામની સીમમાંથી આરોપીઓ (૧) પુખદાસ હિરાદાસ જાતે સંત ઉ.વ.૨૯ હાલ રહે. આશિષ સોસાયટી પરબત પાટીયા સુરત મુળ રહે. ખારાબેરા તા.લુણી જી.જોધપુર રાજસ્થાનની ધરપકડ કરાઈ છે .

જ્યારે વોન્ટેડ આરોપી વિજયભાઇ વાસુભાઇ દરબાર રહે.રાયપુર તા.ઢસા(દારૂ મંગાવનાર) બલુભાઇ રહે. રાજસ્થાન મો.નં. ૯૬૮૦૫૯ ૬૭૭૩ (દારૂ ભરાવી આપનાર) તથા પ્રભુદાસ સોમાભાઇ ડોડીયાર રહે. પહાડીયા તા.ભીલોડા (પાયલોટીગ કરનાર) નાઓએ એકબીજાની મદદગારી,કાવતરૂ રચી આરોપી નંબર ૧ નાએ પોતાના કબજાની મહિન્દ્દા ઝાયલો ગાડી નંબર જીજે.૦૬.ડીબી. ૩૮ર૯ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની માં ગે.કા વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો નંગ ૧૬૮ કિ રૂ ૫૦,૪૦૦/- નો ભરી લાવી તથા મોબાઇલ નંગ ૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૩,૫૦,૯૦૦/- નો મુદામાલ લઇ આવી પકડાઇ જઇ તથા આરોપી નંબર ૨ નાએ મંગાવી તથા આરોપી નંબર ૩ નાએ ભરી આપી તથા આરોપી નંબર ૪ નાએ પાલોટીગ કરી ગુનો આચાર્યો હતો.આ આરોપીઓને ઝડપી લેવા શામળાજી પોસઇ કે.વાય.વ્યાસે તજવીજ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: