ધાર્મિક નગરી સિદ્ધપુરમાં ભગવાન શ્રીપરશુરામજી ના જન્મોત્સવ નિમિત્તે નીકળનારી શોભાયાત્રાની ને અનુલક્ષી પત્રકાર પરિષદ યોજાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સનાતની હિન્દુ સમાજના ઇષ્ટદેવ,હિન્દુ ધર્મના ઉપાસક,રક્ષક,ચિરંજીવી ભગવાન શ્રીપરશુરામજીના જન્મોત્સવ વૈશાખ સુદ ૩ ને તારીખ ૦૩/૦૫/૨૦૨૨ને મંગળવાર અખાત્રીજના રોજ ઐતિહાસિક બિંદુસરોવર સ્થિત ભગવાન શ્રી પરશુરામજીના પૌરાણિક મંદિર ખાતે વાહેલી સવારે મહાપૂજા, આરતી,મંત્ર પુષ્પાંજલિ બાદ ભવ્ય શોભાયાત્રાનું શ્રીપરશુરામ સેના દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે.

આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સર્વ નગરજનોને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ભગવાન શ્રીપરશુરામજીનું સિધ્ધપુર સાથે વિશેષ લગાવ હોવાના કારણે તેમજ અહી તેમને તેમની માતૃશ્રી નું પિંડદાન કરી માતૃ ઋણ માથી મુક્તિ મેળવી હતી સિદ્ધ નગરી સિદ્ધપુરમાં ભગવાન શ્રીપરશુરામજીનું અતિ પ્રાચીન પૌરાણિક મંદિર આવેલું છે જ્યાં વહેલી સવારે ૦૮:૦૦ કલાકે ભગવાનનો મહાભિષેક,સેવા પૂજા, મંત્ર પુષ્પાંજલિ,મહા આરતી બાદ દાદાના નિજ મંદિર બિન્દુ સરોવરથી દાદાની પ્રતિમાને કલાત્મક રથમાં બેસાડી મોટર સાઇકલ તેમજ ગાડીઓ લઈ પ્રસ્થાન કરાશે જે બ્રહ્મ સમાજની વાડી ખાતે આવશે

જ્યાંથી સવારે ૧૦:૩૦ કલાકે દાદાની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરશે જેમાં નાગરિકો રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય યુવા પેઢી રાષ્ટ્રિય પ્રતીકોનું મહત્ત્વ સમજે તેમજ સ્વતંત્રતાનું મૂલ્ય જાણી તેનું જતન કરે સાથે તેમનામાં દેશપ્રેમ ઉજાગર થાય તેમજ દેશના વીર શહીદોની શહાદતને યાદ કરી ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર થાય તે માટે પાટણ જિલ્લાના ઇતિહાસના સિધ્ધપુર ગામે સૌપ્રથમ વખત ૧૫૫૧ ફૂટ લંબાઈ અને ૧૦ ફૂટ પહોળાઈ ધરાવતા રાષ્ટ્રધ્વજ સાથે સનાતની હિન્દુ પરશુરામ સોર્ય યાત્રા નીકળશે જેમાં નગરના ચોકે ચોકે દાદાના વધામણા કરવા માટે ભાવિક ભક્તો ઉમટી પડશે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીપરશુરામ સેના દ્વારા હાથ ધરાયેલ છે આ કાર્યક્રમને અનુલક્ષી મંડી બજાર સ્થિત લાયબ્રેરીના હોલમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના પત્રકાર મિત્રો,આયોજકો તેમજ શ્રી પરશુરામ સેનાના કાર્યકર્તાઓ

સહિત પ્રબુધ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રામાં જોડાવા સમસ્ત સનાતન હિંદુ પરિવારોને આમંત્રણ પાઠવાયું છે.આ શોભાયાત્રાનું સમાપન આંબાવાડી ના પાછલા દરવાજે ગાંગાવાડી પાસે થશે ત્યાર બાદ પી.જે સ્કૂલ ના મેદાનમાં ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે બપોરે ૧૨:૩૦ કલાકે ભોજન પ્રસાદ લઈ યાત્રાને વિરામ અપાશે જેની સર્વે ભક્તજનોએ નોંધ લેવી.

તસવિર અને અહેવાલ  : ધ્રુવકુમાર દવે – સિદ્ધપુર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.