Macadam texture closeup, square photograph

રાજ્યના આંતરીક રસ્તાઓની હાલત કેવી છે એ તો સૌ જાણે જ છે પરંતુ ઉપમુખ્યમંત્રી નીતીનભાઈ પટેલના મતવિસ્તાર મહેસાણામાં તમે મુસાફરી કરતા હોય તો તમારા કમરની મસાજ થઈ જાય એ નક્કી છે.

મહેસાથી થી બેચરાજી ને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે, વાહન ચાલકો એટલી હદે પરેશાન થઈ ગયા છે કે તેમને હવે આ સહન નથી થતુ, ખાડાઓમાં વાહન પછડાય છે તેના કારણે વાહનોનુ મેન્ટેનન્સ વધી ગયુ છે. આ વિસ્તારમાં મારૂતી અને હોન્ડા જેવી મલ્ટીનેશનલ કંપનીઓ હોવાથી આ રોડ ટ્રાફીકથી ઘમધમતો હોય છે. તો એવામાં કોઈ ગતીથી વાહન ચલાવતુ હોય તો ખાડામાં આવી વાહનની પલટી ખાઈ જવાની સંભાવના વધી ગઈ છે, ટુ વ્હીલર વાહન ચાલકોને પણ વધુ હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહેસાણાથી બેચરાજી સુધીના રોડમાં તો તમને ખબર જ નહી પડે કે ખાડા માં રોડ છે કે રોડમાં ખાડા, દર વર્ષે રોડ તુટતા રોડ કોન્ટ્રાક્ટર દ્વારા થીંગડા મારી વાહન ચાલકોને કામચલાઉ રાહત આપવામાં આવતી હોય છે, પરંતુ એ થીંગડા પણ એવા હોય છે જે બીજા વરસાદમાં ઉખડી જતા હોય છે.

રોડ બનાવનાર વીરૂધ્ધ રોષ

જેથી સ્થાનીકોમાં રોડ કોન્ટ્રાક્ટર અને સરકારી વહીવટ ઉપર રોષ ફાટી નીકળ્યો છે,દર ચોમાસે રોડ ઉબડ ખાબડ થઈ જતા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટ વિરૂધ્ધ સરકાર કોઈ ભગલા ભરે છે કે કેમ? જનતા એ પણ જાણવા માંગે છે.

Contribute Your Support by Sharing this News: