• મહેસાણાના એક રાજકારણીને મહેસાણા અમદાવાદ વચ્ચે એક આલીશન હોટલમાં રંગરલીયા મનાવવામાં ડખા પડ્યાં
  • હોટેલના અંદરખાને તેમની પાર્કિગ કરેલી કાર પરિવાર જાઇં જતાં ચોંકી ઉઠ્યો ગાંધીનગર જવાનું કહી નીકળ્યા હતા તો અહી શું કરો છે!

ગરવી તાકાત મહેસાણા: ગત રોજ ભારત પાકિસ્તાનની મેચ હોવાથી તમામ લોકો મેચમાં વ્યસ્ત હશે અને કઇ મુશ્કેલી કે સમસ્યા નહી આવે તેવા ખ્યાલમાં રાચતાં મહેસાણાના એક ખધા રાજકારણી પરિવારને ઘરે એવું કહીને બહાર નીકળ્યા કે મારે ગાંધીનગર એક મીટીગમાં જવાનું હોઇ મોડો આવીશ તેમ કહી નીકળેલા આ રાજકારણી મહેસાણા અમદાવાદ વચ્ચે આવેલી એક આલીશાન હોટલમાં શરાબ અને શબાબ સાથે રંગરલીયા મનાવવા પહોંચ્યા હતા. પરંતુ સંજાગોવશાત સ્વપ્ને પણ આ રાજકારણીને ખ્યાલ નહી હોઇ કે આવું થશે અને સંજાગોવશાત તેઓનો પરિવાર કામ અર્થે કાર લઇ અમદાવાદ જતાં વચ્ચે ચા પાણી માટે રોકાતાં હોટલના અંદરના ભાગે પાર્કિગ કરેલી કાર જોઇ જતાં આ રાજકારણીના રંગરેલીયાનો સમગ્ર ભાડો ફૂટતાં ભારે  હડકંપ મચી જવા પામ્યો હતો.