દાંતાના કુડેલ ખાતે દબાણ દુરની કામગીરી વચ્ચે વીજ થાંભલો પડતાં પોલીસકર્મી ઇજાગ્રસ્ત

શેર કરવા અહીં ક્લિક કરો.
દાંતા તાલુકાના કુડેલ ગામમાં ઘણા સમયથી દબાણનો પ્રશ્ન ગુચવણમાં હતો. જેમાં આખા ગામની દબાણને દુર કરવાની માંગ કરવાંમાં આવેલ હતી. પરંતુ આ માંગને નહી માની માત્ર એક જ શેરીમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઈ લોકોમાં ભાગ દોડ થઈ ક્ષતી પણ પોલીસ બંદોબસ્ત હોઈ ગામનુ દબાણ સવારથી જ ચાલુ કરવામાં આવ્યુ હતુ. જે દબાણ દુર કરવાની કામગીરી દરમ્યાન એક પોલીસ કર્મચારી ઉપર થાંભલો પડતા ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો.

આ પણ વાંચો – થરાદના ટરૂવા ખાતે દબંગોએ દલિત પરિવારના મકાનો સળગાવ્યા, ત્રણની હાલત ગંભીર

આ દબાણની કામીગીર દરમ્યાન જે.સી.બી દ્રારા ઝાડ પાડતા જે ઝાડ વરસોથી ત્યાં સ્થાઈ હતુ.  તો ઝાડ તોડવાની પરમીશન ન હોઈ છતા પણ ઝાડ તોડતા અચાનક વીજ થાંભલો ધરાશાઇ થતાં એક પોલીસકર્મી જે પોતાની ફરજ પર કામ કરતો હતો. ત્યારે ઝાડ અચાનક વાયર પર પડતાની સાથે વિજનો થાંંભલો પડિ ગયો હતો. તેના કારણે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હતા. આ પોલીસ કર્મીને ઈજા થતા 108  ને બોલાવવામાં આવી હતી. આમ પોલીસ કર્મચારી ઘાયલ થતાની સાથે જ તેમને દાંતા સીવીલ લવાયા હતા. પરંતુ  તેઓને વધુ ઈજા થઈ હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.
જોકે સ્થાનિકો ચર્ચાઓ મુજબ દબાણની કામગીરીમાં પણ વ્હાલા-દવલા ની નીતિ અપનાવાઇ રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના કુડેલ ગામે વીજ થાંભલો ધરાશાઇ થતાં પોલીસકર્મી ઇજાગ્રસ્ત બન્યા છે. આજે તાલુકા વિકાસ અધિકારીની ટીમ પોલીસ કાફલા સાથે કુડેલ ગામે દબાણ હટાવ કામગીરી માટે પહોંચી હતી. જ્યાં શેરીમાં દબાણ ની કામગીરીમાં આક્ષેપોની ચર્ચા વચ્ચે અચાનક વીજ થાંભલો ધરાશાઇ થયો હતો. 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.