બાળ એક ઝાડ,  શાળા વનીકરણ  પ્રોજેકટ અંતર્ગત ઝાડીયાણા પ્રા. શાળામાં વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સંવાદ કાર્યક્રમ યોજાયો.

આધુનિકતાની આંધળી દોટમાં માનવી સ્વાર્થી બન્યો છે. ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાએ દુનિયાને ભરડો લીધો છે ત્યારે પર્યાવરણ બચાવવાનો સમય પાકી ગયો છે. પર્યાવરણનું જતન કરવા અને સૂકા પ્રદેશને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે ઝાડીયાણા પ્રા.શાળાના પ્રાંગણમાં સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ શંખેશ્વરના સહકારથી 251 રોપાથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ શંખેશ્વરના પ્રમુખ કૌશલભાઈ જોશીએ જણાવ્યું હતું કે વૃક્ષોનીસેવા અને પ્રકૃતિનું જતન  એ ઋષિકાર્ય છે. આ જ સાચો ધર્મ છે. આ ધર્મ નિભાવવાનો સમય પાકી ગયો છે.જો હજુ નહી જાગીએ તો પછી ક્યારેય નહીં જાગી શકીએ.

તેમણે આ ધરતીને નંદનવન બનાવવા બાળકોને એક એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોપાની વ્યવસ્થા કરી સહકાર આપ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત રહી તાલુકા પંચાયતના મહિલા સદસ્ય, ગામના મહિલા સરપંચ, એસ.એમ.સીના સભ્યો, વાલીઓ, ગ્રામજનો સાથે શાળાના શિક્ષકો અને બાળકોએ વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેરવાના સંકલ્પ લીધા હતા.

Contribute Your Support by Sharing this News: