ગરવી તાકાત હિંમતનગર : ગાંધીનગરના ચીલોડા હિંમતનગર હાઇવે પરથી પસાર થતી લકઝરી બસમાં બેઠેલા વડોદરાના મુસાફર પાસેથી પિસ્તોલ ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગરનાં ચીલોડા હિંમતનગર હાઇવે રોડ પરથી છાસવારે ગેરકાયદેસર દારૂ અને હથિયારો મુસાફરો પાસેથી ઝડપાતા રહેતા હોય છે. ગઈકાલે પણ એક લક્ઝરી બસમાં બેઠેલા મુસાફર પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી લેવામાં આવી
પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગઈકાલે હિંમતનગર તરફથી આવતી લક્ઝરી બસને રોકવામાં આવી હતી અને ડ્રાઇવર કંડકટર ને સાથે રાખી મુસાફરોના સામાનની તલાશી લેવામાં આવી હતી. આ દરમ્યાન એક મુસાફરના થેલામાંથી પિસ્તોલ મળી આવી હતી.
આથી મુસાફરની ધરપકડ કરી પૂછતાંછ શરૂ કરવામાં કરાઈ હતી. ત્યારે મૂળ હરિયાણાના ભારતનગરના વતની અને હાલ વડોદરાના સાવલી રોડ પર આવેલી અર્થ એમ્બ્રોસીસા વસાહતમાં રહેતા મનદીપ ભીમસેન શર્મા ગેરકાયદેસર પિસ્તોલ સાથે મુસાફરી કરતો હોવાનું બહાર આવ્યું હતું.
જેનાં પગલે મનદીપ શર્મા પિસ્તોલ કોના માટે લાવ્યો હતો અને તેનો ઉપયોગ શું કરવાનો હતો તે જાણવા માટે પોલીસે વધુ પૂછતાંછ શરૂ કરી છે. હાલ તો તેની પાસેથી ત્રીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
તસવિર અને આહેવાલ : ભરતભાઇ ભાટ–હિંમતનગર