ગરવી તાકાત પાટણ : રાજ્ય સરકારના પેન્શનરો માટે નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા જુદા જુદા પાંચ ઝોન ખાતે પેન્શન અદાલતનું આયોજન 4 જૂન,2022,શનિવાર બપોરે 12.00 થી સાંજના 5.00 કલાક સુધી કરવામાં આવ્યું છે. ત્યારે પાટણ જિલ્લાનો સમાવેશ બનાસકાંઠા ઝોનમાં થયો છે.
જેથી પાટણ જિલ્લાના પેન્શનરો માટે પાલનપુર ખાતે પેન્શન અદાલત યોજાશે. પાલનુપરના કાનુભાઈ મહેતા હોલ ખાતે આ પેન્શન અદાલતનું આયોજન કરાયું છે. જેમાં કચ્છ, બનાસકાંઠા અનેપાટણ જિલ્લાઓના પેન્શનર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પેન્શનરો જિલ્લા તિજોરી કચેરી હસ્તક પેન્શન મેળવતા હોય તે જિલ્લા તિજોરી/પેન્શન ચુકવણા કચેરી,પેન્શનર સમાજ પાસેથી તેમજ https://finanacedepartment.gujarat.gov.in અને https://dat.gujarat.gov.inની વેબસાઇટ પરથી અરજી નિયત નમૂના ફોર્મ મેળવી લઈ તેમ જરૂરી વિગતો ભરીને 5મે, 2022 સુધીમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્લોક- 17, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે.
પેન્શનર https://bit.ly/pension-adalatની લિંકમાં જઈને ગુગલફોર્મમાં વિગતો ભરીને ફોર્મ જમા કરાવી શકશે એમ જિલ્લા તિજોરી અધિકારીએ જણાવ્યું છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ — પાટણ